________________
૧૨૨
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૦-૩૧ ભાવાર્થ :દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા સુખને ઉદેશીને જ્ઞાનક્રિયારૂપ માર્ગથી કર્મોનો પ્રકૃષ્ટ ક્ષય -
અત્યારસુધી ગ્રંથકારશ્રીએ ક્લેશનાશના ઉપાયો અન્ય અન્ય મતાનુસાર બતાવીને તે સર્વમાં દોષોનું ઉલ્કાવન કર્યું. તેમાં તૈયાયિકો મોક્ષને દુઃખાભાવરૂપ સ્વીકારે છે અને તેનો ઉપાય ચરમદુઃખની પ્રાપ્તિ સ્વીકારે છે તે સંગત નથી તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેથી એ ફલિત થયું કે જીવોની સુખ અર્થે પ્રવૃત્તિ હોય છે માત્ર દુઃખનિવૃત્તિ અર્થે નહિ.
મોક્ષ પૂર્ણસુખરૂપ છે અને તે મોક્ષનું સુખ સંસારના દુઃખની નિવૃત્તિ સાથે અવિનાભાવરૂપ છે. તેથી સંસારના દુઃખની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવા આત્મિક સુખને ઉદ્દેશીને યોગીઓ કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે, અને કર્મક્ષયનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયા છે. તેથી સર્વજ્ઞના વચનાનુસાર સમ્યગુ બોધ કરીને કર્મબંધના કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉચ્છેદ માટે ક્રમસર યત્ન કરવામાં આવે, તો તે ક્રિયાથી જ્ઞાનાવરણાદિ આઠે કર્મોનો નાશ થાય છે; અને કર્મને કારણે સંસારના પરિભ્રમણનાં જે દુઃખોની પ્રાપ્તિ થતી હતી તેની નિવૃત્તિ થાય છે, અને દુઃખોની નિવૃત્તિની સાથે અવિનાભાવી એવી સુખમય ચેતના સિદ્ધાવસ્થામાં પ્રગટ થાય છે. તેથી શ્લોક૧માં ગ્રંથકારશ્રીએ કહેલ કે સમ્યગૂ જ્ઞાન અને સમ્યગું અનુષ્ઠાન ક્લેશનાશનો ઉપાય છે, તે કથન યુક્ત છે. ll૩૦ll અવતરણિકા :
શ્લોક-૩૦માં કહ્યું કે જ્ઞાન અને ક્રિયા દ્વારા કર્મોનો ક્ષય યુક્ત કહેવાયો છે. ત્યાં પ્રશ્ન થાય કે ક્લેશકાશના ઉપાયની વિચારણામાં જ્ઞાન અને ક્રિયા દ્વારા ક્લેશનાશ યુક્ત છે એમ ન કહેતાં જ્ઞાન અને ક્રિયા દ્વારા કર્મોનો નાશયુક્ત છે, એમ કેમ કહ્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
क्लेशाः पापानि कर्माणि बहुभेदानि नो मते । યોજાવ ક્ષત્તેિષાં ન મોહિનર્વસ્થિતૈઃ રૂાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org