________________
ક્લેશતાનોપાયદ્વાäિશિકા/શ્લોક-૨૯
૧૧૯ વ્યવસ્થા નથી; પરંતુ સિદ્ધ પ્રત્યે કોણ કારણ છે ? તેવી કાર્ય-કારણભાવની વ્યવસ્થા છે. આથી જે જીવો કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો અભાવ પ્રાપ્ત કરે છે ત્યારે શૈલેશીઅવસ્થામાં કર્મબંધના કારણનો અભાવ પ્રાપ્ત કરે છે, અને વિદ્યમાન શેષ કર્મોનો શૈલેશી અવસ્થામાં નાશ કરે છે. તેથી કર્મબંધના કારણના અભાવરૂપ સર્વસંવર અને સર્વકર્મના ક્ષયરૂપ નિર્જરાને મોક્ષ પ્રત્યે કારણ સ્વીકારાય છે, અને તીર્થકર જેઓ થાય છે તેઓ પૂર્વમાં બંધાયેલા તીર્થંકર નામકર્મને કારણે તીર્થકર થાય છે. માટે તીર્થંકરનામકર્મરૂપ સામગ્રીથી તીર્થંકરરૂપ કાર્ય થયું, અને સિદ્ધાવસ્થાની સામગ્રીથી સિદ્ધરૂપ કાર્ય થયું. માટે તીર્થંકરસિદ્ધત્વ જેમ કાર્યતાવચ્છેદક નથી, તેમ બે કારણ સામગ્રીથી ઉત્પન્ન થયેલ સમાનાધિકરણદુઃખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ.
વળી ચરમદુ:ખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારવા માટે તૈયાયિક કહે કે કાર્યવૃત્તિયાવધર્મો કાર્યતાવચ્છેદક છે, તેથી તત્ત્વજ્ઞાનથી થતા દુઃખપ્રાગભાવ અસમાનકાલીન જે ચરમદુઃખત્વ છે, તેને કાર્યતાવચ્છેદક સ્વીકારી શકાશે; કેમ કે તત્ત્વજ્ઞાનથી જન્ય ચરમદુઃખકાળમાં દુઃખનો પ્રાગભાવત્વ પ્રાપ્ત થવો તે પણ કાર્યતાવચ્છેદક છે અને ચરમદુઃખકાળમાં જે દુઃખત્વ છે તે પણ કાર્યતાવચ્છેદક છે, તેથી દુઃખના પ્રાગભાવ વિશિષ્ટ દુઃખમાં વર્તતા દુઃખના પ્રાગભાવત્વને અને દુઃખત્વને કાર્યતાવદક સ્વીકારીને તે કાર્ય પ્રત્યે તત્ત્વજ્ઞાન કારણ છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે - કાર્યવૃત્તિ યાવદ્ધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં નિયતિતત્વના આશ્રયણની નૈચારિકને આપત્તિ :
કાર્યવૃત્તિ યાવધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં આવે તોકાર્યમાં વર્તતા બધા ધર્મોને કાર્યતાના અવછેદક સ્વીકારવામાં આવે તો, કોઈ ઘટ મૈત્રે નિર્માણ કરેલ હોય અને ચૈત્રે તે ઘટ જોયેલ હોય, અને ઘટ ખરીદનાર પૂછે કે ચૈત્રાવલોકિત ઘટ કયો છે ? તો તે ઘટ મૈત્ર બતાવે કે આ ઘટ ચૈત્રાવલોકિત છે. તેથી તે ઘટમાં ચૈત્રાવલોકિત મૈત્રનિર્મિત ઘટવધર્મ છે. તેવા ઘટવધર્મને કાર્યતાવચ્છેદક સ્વીકારીને તેનાથી નિરૂપિત કારણતા જે દંડાદિ સામગ્રીમાં છે, તે વચ્ચે કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org