________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯
૧૧૭
અસમાનકાલીન છે; કેમ કે હવે પછી દુઃખ તે જીવને પ્રાપ્ત થશે નહીં તેથી ભાવિના દુઃખનો પ્રાગભાવ ચરમદુઃખમાં હોઈ શકે નહીં, અને દુઃખના પ્રાગભાવના અસમાનકાલીનત્વરૂપ દુઃખત્વ જ ચરમત્વ છે, અને તે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક છે.
આમ કહીને નૈયાયિકને એ સ્થાપન કરવું છે કે જે પુરુષને તત્ત્વજ્ઞાન થયું છે કે સંસાર દેહાદિના સંયોગરૂપ છે, તેથી દુઃખરૂપ છે, અને આ દુઃખ આવ્યા પછી નાશ પામે છે તોપણ ઉત્તર ઉત્તરમાં દુઃખની પરંપરા ચાલે છે, માટે જે દુઃખના ઉત્તરમાં દુઃખ ન હોય તેવા દુઃખમાં યત્ન કરવાથી દુઃખનો સદા નાશ થાય; અને તેવા દુઃખમાં રહેલું ચરમદુઃખત્વ એટલે એક પુરુષરૂપ અધિકરણમાં દુઃખના પ્રાગભાવનું અસમાનકાલીન એવું જે દુઃખ છે તે ચરમદુઃખ છે, અને તે ચરમદુઃખમાં રહેલ દુઃખના પ્રાગભાવના અસમાનકાલીનત્વરૂપ ચ૨મત્વ છે, અને તેવા ચરમદુઃખત્વને અમે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારીશું. માટે કોઈ દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે
નૈયાયિકે સ્વીકારેલું આવું ચરમત્વ અર્થવાળું નથી અર્થાત્ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક નથી.
--
કેમ અર્થવાળું નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે
બે કાર્યરૂપ અર્થના સમૂહથી તેવા દુઃખની ઉપપત્તિ છે, તેથી તેને કાર્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ.
ગ્રંથકારશ્રીનો આશય એ છે કે ઘટટ્વેન-દંડત્વન કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય છે. તેથી દંડથી થયેલા ઘટરૂપ કાર્યનો અવચ્છેદક ઘટત્વ કહેવાય છે; પરંતુ કોઈ પુરુષે નીલઘટ ઉત્પન્ન કર્યો તે નીલઘટમાં રહેલું નીલઘટત્વ કાર્યતાવચ્છેદક સ્વીકારી શકાતું નથી; કેમ કે નીલઘટની નિષ્પત્તિ બે કારણ સામગ્રીથી થયેલી છે. તે આ રીતે–
Jain Education International
--
ઘટની સામગ્રીથી ઘટ નિર્માણ થયું, અને ઘટની સામગ્રીરૂપ માટીમાં નીલવર્ણ નાંખવામાં આવ્યા તેથી તે સામગ્રીથી નીલઘટ નિર્માણ થયો. માટે નીલઘટ, નીલની સામગ્રીથી અને ઘટની સામગ્રીથી નિર્માણ થયેલો હોવાને કારણે અર્થસમાજથી સિદ્ધ થયેલો છે તેથી નીલઘટમાં વર્તતા નીલઘટત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારીને નીલઘટત્વાવચ્છિન્નકાર્યતા પ્રસ્તુત કારણસામગ્રીમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org