________________
૧૧૬
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯
ચ૨મત્વને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે --
कार्यवृत्ति. , તથાત્વપ્રસાાત્, કાર્યમાં રહેનારા યાવદ્ ધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારાયે છતે ચૈત્રાવલોકિત-મૈત્રનિર્મિત ઘટત્યાદિના પણ તથાપણાનો પ્રસંગ છે–ચૈત્રાવલોકિત-મૈત્રનિર્મિત ઘટત્વાદિને કાર્યતાવચ્છેદક સ્વીકારવાનો પ્રસંગ છે.
तथा च કૃતિ વિજ્ ।। અને તે રીતે=કાર્યવૃત્તિ યાવદ્ ધર્મોને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં આવે તો નિયતિતત્ત્વના આશ્રયણની આપત્તિ છે=નિયતકાર્ય પ્રત્યે નિયત સામગ્રી કારણ છે, એ પ્રકારના નિયતિતત્ત્વના સ્વીકારની આપત્તિ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૨૯।।
ભાવાર્થ:
નૈયાયિકો સાંકર્યદોષના નિરાકરણ માટે સમાનાધિકરણ દુઃખપ્રાગભાવાસમાનકાલીનત્વરૂપ ચરમત્વ સ્વીફારે તો તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ :
નૈયાયિકો ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારે છે, તેમાં ગ્રંથકારશ્રીએ દોષ આપ્યો કે ચરમત્વ એ દુઃખત્વવ્યાપ્યજાતિ નથી. તેથી તૈયાયિકો ચરમત્વને અન્ય પ્રકારે બતાવતાં કહે છે
➖➖➖
એક પુરુષરૂપ અધિકરણમાં દુઃખનો પ્રાગભાવ હોય તેના અસમાનકાળવાળું જે દુઃખ હોય તે દુ:ખમાં ચરમદુઃખત્વ છે, અને તેવું ચરમદુઃખત્વ સ્વીકારીને તેને અમે તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારીશું.
નૈયાયિકનો આશય એ છે કે દરેક સંસારી જીવમાં દુઃખો વર્તે છે અને તે દુઃખો ઉત્તરક્ષણમાં નાશ પામે છે; તોપણ ઉત્તરક્ષણમાં જે બીજું દુઃખ આવવાનું છે તે દુઃખનો પ્રાગભાવ તે જીવમાં તે વખતે વર્તે છે. તેથી વર્તમાનમાં સંસારીજીવોમાં જે દુઃખો વર્તે છે તે દુઃખો ભવિષ્યમાં થનારાં દુઃખોના પ્રાગભાવના સમાનકાલીન છે, પરંતુ તે દુ:ખો પ્રાગભાવના અસમાનકાલીન નથી.
હવે કોઈ પુરુષ સાધના કરીને છેલ્લા દુઃખને પ્રાપ્ત કરે તો તેનામાં જે દુઃખ છે તે ચરમદુઃખ છે ત્યારપછી દુઃખ નથી. તેથી તે ચરમદુઃખ દુઃખના પ્રાગભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org