SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૮પ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ ટીકા - नृपस्येति-नृपस्येव-तथाविधनरपतेरिव, अभिधानात्=राजाऽयमिति भणनरूपात्, यः सातबन्धः सुखसंबन्धरूपः प्रकीर्तितः नित्येऽप्यात्मनि परैः, अहिनाऽदष्टस्यापि तथाविधप्रघट्टकवशादहिशड्काविषज्ञानाच्चेतरः=असातबन्धः, असौ निरर्थकः, कल्पनामात्रस्यार्थासाधकत्वादेव । ટીકાર્ય : નૃપચેવ .. સાથત્વાર્થ ! નિત્ય પણ આત્મા હોતે છતે પર વડે= પાતંજલદર્શનકાર વડે, રાજાની જેમ તેવા પ્રકારના રાજાની જેમ અર્થાત્ વાસ્તવિક રાજા નથી પરંતુ કોઈકે આ રાજા છે તેમ કહ્યું તે કથનથી પોતે રાજા છે તેવા પ્રકારના રાજાની જેમ, અભિધાનથી-આ રાજા છે એ પ્રકારના કથનથી, જે સુખસંબંધરૂપ સાતબંધ કહેવાયો છે; અને સાપથી નહિ દંશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી=કોઈ અંધારામાં સાપ સદશ દોરડા આદિ ઉપર પગના પ્રક્ષેપરૂપ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી, સાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી ઈતર=અસાતબંધ, કહેવાયો છે; આ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલો સાતબંધ અને અસાતબંધ, નિરર્થક છે; કેમ કે કલ્પનામાત્રનું અર્થઅસાધકપણું જ છે જો આત્મા એકાંતે નિત્ય હોય તો તેને સુખસંબધિરૂપ સાતબંધ અને દુ:ખસંબંધરૂપ અસાતબંધ ન હોય, તો પછી સાતાબંધ આવો છે અને અસાતાબંધ આવો છે એ કહેવું નિરર્થક છે. નિત્યેડપ્યાત્મન પરેડ - અહીં પ થી એ કહેવું છે કે આત્માને અનિત્ય માને તો તો આત્માને સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર સ્વીકારી શકે, પરંતુ નિત્ય પણ આત્મામાં સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલ છે, એ નિરર્થક છે. મહિનાષ્ટચાપ - અહીં પ થી એ કહેવું છે કે સાપથી દંશાયેલાને તો તથાવિધ પ્રઘટ્ટકવશ સાપની શંકા થાય, પરંતુ સાપથી નહિ દશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકવશ સાપની શંકાથી વિષનું જ્ઞાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy