________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪-૨૫
તેને ગ્રંથકારશ્રી કહે છે કે પાતંજલદર્શનકાર કહે છે તેમ સ્વીકારવાથી પુરુષનું સદાતન કેવલપણું પ્રાપ્ત થાય. તેથી કેવલ એવો પુરુષ ક્લેશહાન માટે પ્રયત્ન કરે છે તેમ કહી શકાય નહિ; કેમ કે પુરુષને આવિદ્યક સંયોગની પ્રાપ્તિ
નથી, તેથી આવિદ્યક સંયોગના નિવર્તન માટે પુરુષે પ્રયત્ન કર્યો છે તેમ કહેવાય નહિ. જો પુરુષ અવિદ્યાથી રચિત ભવના પ્રપંચના નાશ માટે પ્રયત્ન કરતો ન હોય, અને સદાતન કેવલરૂપે રહેતો હોય, તો તે પુરુષને ક્લેશનાશના ઉપાયનો ઉપદેશ આપવો અને કહેવું કે વિવેકખ્યાતિથી ક્લેશોનો નાશ થાય છે, તે સર્વ કથન વાજાળ=વાણીના જાળા, જેવું બને. I॥૨૪॥
८०
અવતરણિકા :एतदेवाह
અવતરણિકાર્ય :
આને જ કહે છે=શ્ર્લોક-૨૪માં કહ્યું કે અપુમર્થપણું હોવાને કારણે પાતંજલમત સુંદર નથી એને જ, સ્પષ્ટ કરે છે –
શ્લોક ઃ
तात्त्विको नात्मनो योगो ह्येकान्तापरिणामिनः । कल्पनामात्रमेवं च क्लेशास्तद्धानमप्यहो ।। २५ ।।
અન્વયાર્થ:
દિાન્તારિગામિન: માત્મનઃ-ખરેખર એકાંત અપરિણામી એવા આત્માને યોગ:=યોગ=સંબંધ અર્થાત્ ભવપ્રપંચનો સંબંધ, તાત્ત્વિો ન=તાત્ત્વિક નથી, વં ==અને એ રીતે અને અર્થાત્ આશ્ચર્ય છે કે વજ્ઞેશાઃ તદ્વાનપિ=ક્લેશો (અને) ક્લેશોનો હાન પણ=ક્લેશોનો નાશ પણ, ત્ત્વનામાત્રમ્=કલ્પનામાત્ર છે. ।।રપા
શ્લોકાર્થ :
ખરેખર એકાંત અપરિણામી એવા આત્માને યોગ=ભવપ્રપંચનો સંબંધ, તાત્ત્વિક નથી, અને એ રીતે અહો !=આશ્ચર્ય છે, ક્લેશો અને ક્લેશોનો હાન પણ કલ્પનામાત્ર છે. ।।૨પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org