________________
go
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૬-૧૭ આનાથી એ પ્રાપ્ત થાય કે અન્ય દર્શનવાળા પણ સર્વજ્ઞને સામાન્યથી પામેલા છે, તેમ જૈનદર્શનવાળા પણ સર્વજ્ઞને સામાન્યથી પામેલા છે, પરંતુ સર્વથા વિશેષથી તો સર્વજ્ઞ થયા પછી જ સર્વજ્ઞને જાણી શકાય; તોપણ કદાગ્રહ વિના સર્વ દર્શનનો અભ્યાસ કરીને જેઓ તત્ત્વના પારને પામેલા છે, અને જેઓએ સર્વ નયદૃષ્ટિથી સર્વજ્ઞનું આગમ કઈ રીતે કષ-છેદ-તાપથી શુદ્ધ છે, તેવું જાણ્યું છે, તેઓ અન્ય દર્શનના ઉપાસકો કરતાં કંઈક વિશેષથી સર્વજ્ઞને જાણનારા છે. આથી સર્વત્તના ઉપાસક સર્વ દર્શનોમાં રહેલા હોવા છતાં સામાન્યથી જાણનારા કરતાં કંઈક વિશેષથી જાણનારા વિશેષથી સર્વજ્ઞની ઉપાસના કરે છે, તોપણ સર્વથા વિશેષ પ્રકારે સર્વજ્ઞને જાણનારા જગતમાં સર્વજ્ઞ સિવાય કોઈ નથી. ૧વા અવતરણિકા :
अत: सामान्यप्रतिपत्त्यंशेन सर्वयोगिषु परिशिष्टा तुल्यतैव भावनीयेत्याह - અવતરણિકાર્ચ -
આથી=કોઈ છઘસ્થ સર્વજ્ઞના જ્ઞાનાદિગત વિશેષને સર્વ પ્રકારે જોઈ શકતા નથી આથી, સામાન્ય પ્રતિપત્તિ અંશથી=પોતાના ઉપાસ્ય નિરતિશય ગુણવાળા છે એ રૂ૫ સામાન્ય પ્રતિપત્તિ અંશથી, સર્વ યોગીઓમાં પરિશિષ્ટ તુલ્યતા જ ભાવન કરવી અવશિષ્ટ તુલ્યતા જ ભાવત કરવી અર્થાત્ સર્વથા વિશેષરૂપે સર્વજ્ઞતી કોઈને પ્રાપ્તિ નહીં હોવાથી સામાન્ય પ્રતિપત્તિ અંશથી સર્વ યોગીઓમાં અવશિષ્ટ તુલ્યતા જ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ભાવન કરવું. એને કહે છે –
અવતરણિકામાં ‘તિ' શબ્દ તત્ અર્થમાં છે. શ્લોક :
सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामलया धिया । निर्व्याजं तुल्यता भाव्या सर्वतन्त्रेषु योगिनाम् ।।१७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org