________________
પ૪
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ તેઓનું એકરૂપપણું છે; કેમ કે જેઓ રાગાદિથી પર થઈ ગયા છે, તેઓની પ્રરૂપણા શુદ્ધ યોગમાર્ગની છે, અને તે યોગમાર્ગની સહાયક એવી તે તે નયની પ્રરૂપણા છે. માટે સર્વ દર્શનોના શાસ્તાઓનો ભેદ નહીં હોવાને કારણે શાસ્ત્રોમાં પણ ભેદ નથી. તેથી મોક્ષમાર્ગને બતાવનારાં શાસ્ત્રવચનોને અવલંબીને અતીન્દ્રિય પદાર્થોને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે તો અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ થઈ શકે, તેમ પૂર્વશ્લોક સાથે આ શ્લોકનો સંબંધ છે. તેથી કુતર્કનો ત્યાગ કરીને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને શીલમાં યત્ન કરવો જોઈએ અને યોગમાર્ગમાં તત્પર રહેવું જોઈએ, જેથી અતીન્દ્રિય પદાર્થો યથાર્થ દેખાય. ૧૪ અવતરણિકા:
પૂર્વશ્લોકમાં કહ્યું કે શાખાઓનો અભેદ છે, તેથી શાખાઓના ભેદનું આશ્રયાણ કરવું તે મોહ છે-અજ્ઞાન છે. હવે સર્વ ઉપાસકોના ઉપાસ્ય એવા શાસ્તાઓ કઈ રીતે એક છે ? તે બતાવે છે – શ્લોક -
सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावताम् ।
सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ।।१५।। અન્વયાર્થ
મુક્યતાત્વિક આરાધનાનો વિષય એવા સર્વ: સર્વજ્ઞ =એક છે, ર=અને વાવતા—જેટલાઓને તત્વતિપત્તિ તેમની પ્રતિપત્તિ છે સર્વજ્ઞની ભક્તિ છે, તે સર્વેડપિ વુધા=પ્રાજ્ઞ એવા તે સર્વ પણ સામાન્યત=સામાન્યથી મુઠ્ઠાં તપત્ર = મુખ્ય એવા તેને પ્રાપ્ત થયેલા છે. ll૧૫II શ્લોકાર્થ – મુખ્ય સર્વજ્ઞ એક છે, અને જેટલાઓને તેમની પ્રતિપતિ છે, પ્રાજ્ઞ એવા તે સર્વ પણ સામાન્યથી મુખ્ય એવા તેને પ્રાપ્ત થયેલા છે. ૧૫ll
‘સર્વેડપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે તે તે દર્શનમાં રહેલા કોઈક બુધો= બોધવાળા માત્ર નહીં, પરંતુ સર્વ પણ બોધવાળા પુરુષો તે મુખ્ય સર્વજ્ઞને પામેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org