________________
પ૩.
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ બુદ્ધથી કહેવાયેલા ક્ષણિકવાદના તાત્પર્યને ધર્મવાદની અપેક્ષાએ ગ્રહણ કર્યા વગર સ્વમતિ અનુસાર એકાંતથી જોડીને, કોઈક કુતર્ક કરે કે “જેમ પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે માટે ભીંજવે છે, તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે માટે અર્થક્રિયા કરે છે. આ રીતે કુતર્ક કરીને એકાંતવાદનું સ્થાપન કરે છે, તે ધર્મવાદ નથી, પરંતુ કુતર્કવાદ છે.
ધર્મવાદની દૃષ્ટિએ ક્ષણિકવાદનું તાત્પર્ય ગ્રહણ કરીએ તો એ અર્થ પ્રાપ્ત થાય કે ભગવાન બુદ્ધ ભોગની આસ્થા છોડાવવા માટે ક્ષણિકવાદ બતાવ્યો છે, અને તે અપેક્ષાએ ક્ષણિકવાદના પ્રરૂપક બુદ્ધ ભગવાન વીર ભગવાનથી જુદા નથી; કેમ કે વીર ભગવાને પણ ભોગની આસ્થા છોડાવવા માટે ક્ષણિકવાદ બતાવેલ છે. વળી જેમ વીર ભગવાને ભોગની આસ્થા છોડાવવા માટે ક્ષણિકવાદ સ્થાપન કર્યો છે, તેમ ભોગની આસ્થા છોડાવવા માટે તે તે પ્રકારના જીવોને સામે રાખીને “જગતમાં દેખાતા સર્વ પદાર્થો ઇન્દ્રજાળ જેવા છે,' તેમ પણ કહેલ છે, અને બુદ્ધ ભગવાને પણ તે દૃષ્ટિથી ‘આ જગતમાં જ્ઞાનથી અતિરિક્ત કોઈ પદાર્થ નથી, પરંતુ દેખાતા પદાર્થો ઇન્દ્રજાળ જેવા છે,” તેમ કહેલ છે. છતાં કેટલાક કુતર્કવાદીઓ બુદ્ધ ભગવાનના તે વચનને એકાંત ગ્રહણ કરીને વિચંદ્રના અને સ્વપ્નના દૃષ્ટાંતના બળથી જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ નથી, તેમ એકાંત સ્થાપન કરે છે, પરંતુ બુદ્ધ ભગવાનનાં તે એકાંત વચનો નથી; અને બુદ્ધ ભગવાને સંસાર પ્રત્યે વિરક્ત થવા માટે જે સંસારના પદાર્થોને ઇન્દ્રજાળ જેવા કહ્યા છે તે અપેક્ષાએ વીર ભગવાને પણ તેમ જ કહ્યા છે, એમ વિચારીએ તો બુદ્ધ ભગવાનનાં વચનો અને વીર ભગવાનનાં વચનોમાં કોઈ ભેદ નથી. તેથી સર્વ દર્શનના પ્રણેતાઓમાં ભેદ નથી; પરંતુ તે તે નયની અપેક્ષાએ તેઓના કથનને એકાંતે ગ્રહણ કરીને જે લોકો પોતાના પ્રણેતાનો ભેદ સ્વીકારીને પોતાના પ્રણેતાની માન્યતાને કુતર્ક દ્વારા એકાંત સ્થાપન કરે છે, તેઓએ પોતપોતાના પ્રણેતાઓનો ભેદ છે તેવું અભિમાન લોકોમાં ઉત્પન્ન કરાવ્યું છે, પરંતુ પરમાર્થથી શાસ્તાઓનો ભેદ નથી. તેથી સ્વસ્વદર્શનના શાસ્તાઓમાં શ્રદ્ધાવાળાઓને તેમના ભેદનું આશ્રયણ-અમારા દર્શનના શાસ્તા જુદા છે અને અન્ય દર્શનના શાસ્તા જુદા છે, એ પ્રકારના ભેદનો સ્વીકાર કરવો, તે અજ્ઞાન છે; કેમ કે દરેક દર્શનના શાસ્તાઓ રાગાદિથી પર હોવાથી નિર્દોષ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org