________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૮-૯
સોગંદ ખાધા વગર સ્વભાવના કથનમાં યુક્તિથી જ્ઞાનનો ઉપાય નથી; જે કારણથી દૂર રહેલું પણ લોહચુંબક સ્વાર્થને કરનારું દેખાય છે.” (યો.દ.સ. શ્લોક-૯૩-૯૪) Ile-II
૩૪
ભાવાર્થ:કુતર્કનું સ્વરૂપ :
‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથના સાક્ષીરૂપે આપેલા શ્લોકોની પૂર્વના યોગદૃષ્ટિસમુચ્ચયના શ્લોકોમાં ક્ષણિકવાદીએ સ્થાપન કર્યું કે ‘પાણીનો સ્વભાવ ભીંજવવાનો છે, માટે ભીંજવે છે, અને અગ્નિનો સ્વભાવ બાળવાનો છે માટે બાળે છે, તેમ પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે, માટે અર્થક્રિયા કરે છે.’
તેને ગ્રંથકારશ્રી ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં કહે છે કે પદાર્થમાં રહેલો સ્વભાવ છદ્મસ્થનો વિષય નથી; એ કારણથી દૃષ્ટાંતના બળથી ક્ષણિકવાદી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્થાપન કરે તો ક્ષણિકવાદીની સામે કોઈ પ્રતિવાદી ‘અગ્નિનો પાણીના સાંનિધ્યમાં ભીંજવવાનો સ્વભાવ છે, અને પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે’ એમ કહે તો ક્ષણિકવાદીની પાસે સોગંદ સિવાય પ્રતિવાદીને યુક્તિથી સમજાવવા માટે કોઈ ઉપાય નથી અર્થાત્ ‘હું સોગંદ ખાઈને કહું છું કે પાણીનો ભીંજવવાનો સ્વભાવ છે, પરંતુ બાળવાનો સ્વભાવ નથી; અને અગ્નિનો બાળવાનો સ્વભાવ છે, પરંતુ ભીંજવવાનો સ્વભાવ નથી.' આ રીતે સોગંદથી પ્રતિવાદીને ક્ષણિકવાદી સમજાવી શકે, પરંતુ યુક્તિથી પ્રતિવાદીને ક્ષણિકવાદી સમજાવી શકે નહીં; કેમ કે જેમ ક્ષણિકવાદી પાણીના ભીંજવવાના સ્વભાવની કલ્પના કરીને પદાર્થના ક્ષણિક સ્વભાવની કલ્પના કરી શકે છે, તેમ પ્રતિવાદી પણ પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે તેવી કલ્પના કરી શકે છે.
વળી આવા સ્વભાવની કલ્પના કરવા માટે પ્રતિવાદી પાસે દૃષ્ટાંત છે, જે યો.દ. શ્લોક-૯૪ના ઉત્તરાર્ધથી બતાવે છે
વિપ્રકૃષ્ટ એવું લોહચુંબક પણ સ્વાર્થને કરનારું દેખાય છે અર્થાત દૂર રહીને લોખંડને આકર્ષણ કરનારું દેખાય છે. વળી લોખંડનું જ આકર્ષણ કરનારું દેખાય છે, પણ તામ્રાદિને આકર્ષણ કરનારું દેખાતું નથી; અને લોખંડનું આકર્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org