________________
૩૨
કુતર્કગ્રહનિવૃતિહાવિંશિકા/શ્લોક-૮-૯ અહીં વિશેષ એ છે કે પ્રત્યક્ષથી દેખાતી સફેદ વસ્તુને જોઈને, ઉન્મત્તને છોડીને તેને સફેદને બદલે અન્ય રૂપે અર્થાત્ લાલ કે કાળા રંગરૂપે કોઈ સ્થાપિત કરી શકે નહીં. તેથી સફેદ રૂપ જેમ છમસ્થને પ્રત્યક્ષનો વિષય છે, તેમ પદાર્થમાં રહેલો સ્વભાવ કંઈ છમસ્થને પ્રત્યક્ષનો વિષય નથી. તેથી કોઈ વાદી તે પદાર્થનો સ્વભાવ એક રૂપે કહ્યું છે, તો કોઈ અન્ય વાદી તે પદાર્થનો સ્વભાવ અન્ય રૂપે કહ્યું છે. તેથી નક્કી થાય છે કે “પદાર્થનો સ્વભાવ છબસ્થના જ્ઞાનનો વિષય નથી. તેથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે તેથી અર્થક્રિયા કરે છે, કે પદાર્થનો અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે તેથી અર્થક્રિયા કરે છે, આ પ્રકારનો વિકલ્પ થઈ શકે છે. તેથી ‘પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે માટે અર્થક્રિયા કરે છે” તેમ સ્થાપન કરવું તે સ્વમતિકલ્પનારૂપ વિકલ્પ છે, એમ સ્થાપન કરવાનો ગ્રંથકારશ્રીનો આશય છે.
અહીં ક્ષણિકવાદી કહે કે પદાર્થનો ક્ષણિક સ્વભાવ છે તે છબસ્થનો વિષય નથી, પણ બુદ્ધ ભગવાને ક્ષણિક સ્વભાવ જોયો છે અને તદનુસાર પોતે ક્ષણિક સ્વભાવ સ્વીકારે છે અને તેની પુષ્ટિ કરવા માટે પાણીના શીત સ્વભાવનું દૃષ્ટાંત આપે છે. માટે ક્ષણિકવાદ સ્વીકારવામાં દોષ નથી. તેને ગ્રંથકાર સ્વયં આગળ કહેવાના છે કે સર્વજ્ઞ એવા બુદ્ધ ભગવાન ક્યારેય વસ્તુના યથાર્થ સ્વરૂપને જોનારા ન હોય તેવું બને નહીં, અને તેઓએ મોક્ષ અર્થે દેશના આપી છે. તેથી ફલિત થાય કે તેઓ પદાર્થને એકાંત ક્ષણિક કહેતા નથી; પરંતુ ભોગની આસ્થાવાળા જીવોને ભોગની આસ્થાને છોડાવવા માટે ક્ષણિકવાદનો ઉપદેશ આપેલ છે. તે અર્થને છોડીને એકાંત ક્ષણિકવાદી બુદ્ધના અનુયાયીઓ સ્વમતનું યથાતથા સ્થાપન કરવા પ્રયત્ન કરે છે, તે તેઓનો કુતર્ક છે. માટે કુતર્કનો ત્યાગ કરીને શ્રુત-શીલાદિમાં અભિનિવેશ કરવામાં આવે તો અવેદ્યસંવેદ્યપદની નિવૃત્તિ થાય અને તત્ત્વની પ્રાપ્તિ થાય. આ પ્રકારનો આગળના કથન સાથે પ્રસ્તુત શ્લોકનો સંબંધ છે. ટીકા :
તદુ – “अतोऽग्निः क्लेदयत्यम्बु सन्निधौ दहतीति च । अबग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org