________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૪-૫-૬
૧૫
પ્રવાહ વાદમાં ચલાવતો હોય, અને બંને વાદી-પ્રતિવાદી સમર્થ હોય તો શુદ્ધ ઉદાહરણ, શુદ્ધ હેતુ વગેરે દ્વારા સ્વપક્ષનું સ્થાપન ક૨વા યત્ન કરતા હોય છે. આમ છતાં, જો તે વાદી અને પ્રતિવાદી બંને સ્વસ્વમાન્યતામાં બદ્ધ અભિનિવેશવાળા હોય, તો પ્રતિવાદી દ્વારા કહેવાયેલાં વચનોના પરમાર્થને જોવાને બદલે સ્વમાન્યતાના સ્થાપનના તર્કોને જોવામાં ઉપયુક્ત હોય છે, તેથી સ્વમાન્યતાને દૃઢ કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે; પરંતુ જો તે વાદીને કે પ્રતિવાદીને શ્રુતાદિમાં અભિનિવેશ હોય, તો પોતે જે સ્થાપન કરે છે તે સ્થાપનમાં ક્યાં ત્રુટિ છે, તે પ્રતિવાદીના વચનથી પ્રાપ્ત કરી લે છે અને તત્ત્વને પ્રાપ્ત કરે છે. તેથી તે વાદી અને પ્રતિવાદી જો સ્વદર્શન પ્રત્યેના અવિચા૨ક રાગથી ઊઠેલા કુતર્કમાં અભિનિવેશ રાખ્યા વગર તત્ત્વની વિચારણા કરે તો તેઓને સાચા તત્ત્વની પ્રાપ્તિ થાય. માટે મુમુક્ષુઓએ શ્રુત-શીલાદિમાં અભિનિવેશ રાખવો જોઈએ, પરંતુ અવિચારક રીતે સ્વદર્શનના રાગને વશ થઈને કુતર્કમાં અભિનિવેશ રાખવો જોઈએ નહીં, એમ શ્લોક-૩ સાથે સંબંધ છે. II૪-પા
અવતરણિકા :
શ્લોક-૩માં કહ્યું કે મુમુક્ષુએ કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં; પરંતુ શ્રુતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ, અને તેની પુષ્ટિ પતંજલિ ઋષિના વચનથી શ્લોક-૪-૫માં કરી. તેથી જિજ્ઞાસા થાય કે કુતર્ક કેવો છે ? તે બતાવવા અર્થે કહે છે
શ્લોક :
--
विकल्पकल्पनाशिल्पं प्रायोऽविद्याविनिर्मितम् । तद्योजनामयश्चात्र कुतर्कः किमनेन तत् ॥ ६॥
અન્વયાર્થ:
પ્રાયઃ=બહુલતાએ વિદ્યાવિનિર્મિતમ્=અવિદ્યાવિનિર્મિત વિત્ત્તત્વના શi= વિકલ્પકલ્પનાશિલ્પ છે, અત્ર ચ=અને અહીં=અતીન્દ્રિય પદાર્થમાં તદ્યોનનામયઃ= તેના યોજનામય=વિકલ્પના યોજનામય, ત:=કુતર્ક છે. તત્કૃતે કારણથી અનેન ર્જિ=આવા વડે શું ? અર્થાત્ કુતર્ક વડે સર્યું. ॥૬॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org