________________
૧૧૩
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૯
‘વ્યક્તિવામિ:' - અહીં ‘મવ'થી પર્યાયાસ્તિક નાનું ગ્રહણ કરવું. * અનામોનસ્પત્તિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે જાણીને આર્યાપવાદ કરો તો તો મહાપાપનિબંધન છે, પરંતુ અનાભોગથી પણ આર્યાપવાદ મહાપાપનિબંધન છે.
દ્રઃિ “યોગદૃષ્ટિસમુચ્ચય'ના ઉદ્ધરણમાં શ્લોક-૧૪૨માં રહેલ આ શબ્દના ‘મરથી તે શ્લોકની ટીકામાં કહ્યા મુજબ કુશ્રુત અસ્પષ્ટ સાંભળેલું કે કુત્સિત સાંભળેલું અને કુજ્ઞાતકશાસ્ત્રવચનથી અસ્પષ્ટ નિર્ણાતનું ગ્રહણ કરવું. ભાવાર્થ :કપિલાદિ ઋષિઓના અભિપ્રાયને જાણ્યા વગર તેઓના વચનને મિથ્યા કહેવાથી મહાપાપની પ્રાપ્તિ :
સર્વદર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ હોય તો ચિત્રદેશના કેમ છે ? તેનું સમાધાન બે રીતે કર્યું :
(૧) શ્લોક-૨૭માં બતાવ્યું કે સર્વદર્શનકારોના ઉપાસ્ય સર્વજ્ઞ છે, છતાં શ્રોતાના ઉપકારને સામે રાખીને કપિલાદિ સર્વજ્ઞોએ નિત્યદેશના અને સુગાદિ સર્વજ્ઞોએ અનિત્યદેશના આપી.
(૨) શ્લોક-૨૮થી બતાવ્યું કે તીર્થકરોએ એક દેશના આપી છતાં તેમના પુણ્યના સામર્થ્યથી તે તે શ્રોતાને યોગમાર્ગમાં ઉત્સાહી કરે તે રીતે કોઈને નિત્યદેશનારૂપે તો કોઈને અનિત્યદેશનારૂપે પરિણમન પામી, તેથી તે તે દર્શનકારો નિત્યદેશનાનું કે અનિત્યદેશનાનું અવલંબન લઈને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે; પરંતુ તે સર્વને આ નિત્યદેશના કે અનિત્યદેશના કોઈ તીર્થંકરથી પ્રાપ્ત થયેલી છે, તેથી તે સર્વના ઉપાસ્ય એક તીર્થકર છે.
હવે શ્લોક-૨૯થી તે તે દર્શનમાં જુદી જુદી માન્યતાઓ કેમ પ્રવર્તે છે ? તેનું સમાધાન ત્રીજા પ્રકારે કરે છે --
(૩) કોઈ સર્વજ્ઞએ અથવા કોઈ તીર્થકરે દેશના આપી, અને તે દેશનાને સાંભળીને કપિલાદિ ઋષિઓ યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા, અને તેવા કપિલાદિ ઋષિઓએ જીવોની યોગ્યતાને સામે રાખીને સર્વજ્ઞના વચનાનુસાર નિત્યદેશના કે અનિત્યદેશના આપી, અને તે ઋષિઓની દેશનાને આશ્રયીને તે તે દર્શનમાં રહેલા યોગીઓ પોતાની ભૂમિકાને અનુરૂપ યોગમાર્ગમાં પ્રવૃત્ત થયા. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org