________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૬ પૂર્વમાં કહ્યું કે યોગમાર્ગને સેવનારા સર્વદર્શનકારો એક મોક્ષમાર્ગ ઉપર છે. હવે તેઓ મોક્ષને જુદા જુદા શબ્દથી કહે છે, તો તે કઈ રીતે સંગત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે --
કેટલાક દર્શનકારો મોક્ષને “સદાશિવ’ શબ્દથી કહે છે, તો કેટલાક દર્શનકારો મોક્ષને “પરંબ્રહ્મ' શબ્દથી કહે છે, કેટલાક દર્શનકારો મોક્ષને “સિદ્ધાત્મા’ શબ્દથી કહે છે, તો કેટલાક દર્શનકારો મોક્ષને ‘તથાતા' શબ્દથી કહે છે, પરંતુ તે સર્વ શબ્દોથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી. તે આ પ્રમાણે –
(૧) સદાશિવ :- સદાશિવ એટલે શાશ્વત શિવનો યોગ અર્થાત્ શાશ્વત સુખનો યોગ. મોક્ષ પરમાર્થથી શાશ્વત સુખના યોગરૂપ છે. તેથી “સદાશિવ' શબ્દથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી.
(૨) પરબ્રહ્મ :- પરંબ્રહ્મ એટલે અતિશયિત સદ્ભાવના આલંબનરૂપ બૃહત્ત્વ= સૌથી શ્રેષ્ઠ અવસ્થા, અને બૃહકત્વ=અન્યને શ્રેષ્ઠ અવસ્થાની પ્રાપ્તિ કરાવવામાં પ્રેરક, આવો મોક્ષ છે, અર્થાત્ આત્માની સૌથી શ્રેષ્ઠ અવસ્થા છે, તેથી બૃહત્ત્વરૂપ છે; અને જે જીવોને મોક્ષ પ્રાપ્તિ કરવી છે, તે જીવો માટે અતિશયિત સદ્ભાવનું આલંબન છે, તેથી બૃહત્વરૂપ છે. આ સ્વરૂપ સર્વ સિદ્ધના જીવોમાં હોવાથી પરંબ્રહ્મ' શબ્દથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી.
(૩) સિદ્ધાત્મા :- સિદ્ધાત્મા એટલે નિષ્ક્રિતાર્થવાળા અર્થાત્ કરવા યોગ્ય સર્વ કાર્યો સાધી લીધાં છે, તેથી હવે કોઈ કાર્ય કરવાનું જેઓને બાકી નથી, તે સિદ્ધાત્મા. મોક્ષનું સ્વરૂપ આવે છે. તેથી ‘સિદ્ધાત્મા’ શબ્દથી વાચ્ય મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી.
(૪) તથાતા :- તથાતા એટલે આકાળ તથાભાવ અર્થાત્ સદા માટે સમાન ભાવ. મોક્ષ સદા માટે સમાન ભાવરૂપ છે. તેથી ‘તથાતા' શબ્દથી વાચ્યા મોક્ષરૂપ અર્થમાં કોઈ ભેદ નથી.
આ રીતે જુદા જુદા શબ્દોથી પણ ઉપસ્થિત થતા અર્થનો અભેદ હોવાને કારણે સર્વ યોગીઓનું પ્રાપ્ય મોક્ષ એક છે, તેથી તેની પ્રાપ્તિના માર્ગનું પણ એકપણું છે; કેમ કે જો લક્ષ્ય એક હોય તો લક્ષ્યનો ઉપાય પણ લક્ષ્યને અનુરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org