________________
૯૬
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ કારણે એકપણું હોવાથી સાધ્ય એવા મોક્ષનું એકપણું હોવાથી, તન્માર્ગનું પણ=પ્રાપ્ય એવા મોક્ષમાર્ગનું પણ, તથાપણું છે=પ્રાપ્ય એવા યોગમાર્ગને અનુરૂપ આચરણરૂપપણું છે.
તે કહેવાયું છે શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહ્યું તે “યોગદષ્ટિસમુચ્ચય શ્લોક-૧૨૮ થી ૧૩૨માં કહેવાયું છે –
“અવસ્થાવિશેષનો ભેદ હોવા છતાં પણ સમુદ્રમાં કિનારાના માર્ગની જેમ તેઓનો=ભવાતીતમાર્ગમાં જનારાઓનો, શમપરાયણ માર્ગ પણ તુ એક જ છે=લક્ષ્ય તો એક છે, માર્ગ પણ એક છે.” (યો.દ.સ. શ્લોક-૧૨૮)
“સંસારથી અતીત તત્ત્વ વળી પ્રધાન-નિર્વાણ-સંજ્ઞાવાનું છે. શબ્દનો ભેદ હોવા છતાં પણ=સંસારથી અતીત તત્વને કહેનારા ભિન્ન ભિન્ન દર્શનોના શબ્દોનો ભેદ હોવા છતાં પણ, પરમાર્થથી નક્કી તેઅતીત તત્ત્વ, એક જ છે.” (યો.દ.સ. શ્લોક-૧૨૯)
સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા વમમિ: શ =એ વગેરે શબ્દો વડે, અવર્થથી=વ્યુત્પત્તિ અર્થના અનુસરણથી, નિર્વાણ એક જ કહેવાય છે.”
(યો.દ.સ. શ્લોક-૧૩૦) “તેના લક્ષણનો અવિસંવાદ હોવાથી–નિર્વાણના સ્વરૂપનો અવિસંવાદ હોવાથી (સદાશિવ આદિ શબ્દોથી વાચ્ય એવું નિર્વાણ એક છે. એમ પૂર્વશ્લોક સાથે અન્વય છે.) જે કારણથી જન્માદિનો અયોગ હોવાથી સંસારથી અતીત તત્વ બાધારહિત, રોગરહિત અને ક્રિયારહિત છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૧)
“પરમાર્થથી અસંમોહ વડે આ નિર્વાણ તત્ત્વ જણાયે છતે વિચારકોને તેની ભક્તિ માટે નિર્વાણ તત્વની ઉપાસનામાં, વિવાદ ઉત્પન્ન થતો નથી.”
(યો. સ. શ્લોક-૧૩૨) ૨૬ ભાવાર્થ :
સર્વના ઉપાસ્ય એવા સર્વજ્ઞનો અભેદ સ્વીકારીએ તો યોગશાસ્ત્રોમાં બતાવાયેલ દેવવિષયક ચિત્ર-અચિત્રના વિભાગથી ભક્તિનું વર્ણન પણ ઘટે છે, એમ શ્લોક-૧૯માં કહ્યું. તેથી એ ફલિત થયું કે સર્વદર્શનમાં રહેલા યોગીઓ સર્વજ્ઞની અચિત્ર ભક્તિ કરે છે, અને તેની જ પુષ્ટિ માટે ત્યારપછીના શ્લોકોમાં સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org