________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬
જ ‘૩ષ્ણુવત્નામવ્યવસ્થાનેનાપ' – અહીં ‘મપિ' થી એ કહેવું છે કે વ્યવધાન વગર તો મોક્ષ માટે થાય છે, પરંતુ અભ્યદયના લાભના વ્યવધાનથી પણ મોક્ષ માટે થતાં નથી. ભાવાર્થ
પૂર્વશ્લોક-૨પમાં બુદ્ધિપૂર્વકનાં અનુષ્ઠાન અને જ્ઞાનપૂર્વનાં અનુષ્ઠાન કેવા ફળવાળાં છે, તે બતાવ્યું. હવે અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કેવા ફળવાળું છે, તે બતાવે છે – (૩) અસંમોહપૂર્વકના અનુષ્ઠાનનું ફળ -
જે યોગીઓ ભવથી અતીત માર્ગમાં જનારા છે અને અતીત માર્ગમાં જવાને અનુકૂળ સૂક્ષ્મ બોધપૂર્વક શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં ક્યાંય સંમોહ નથી, પરંતુ શાસ્ત્રના વચનથી નિયંત્રિત મનવચન-કાયાના યોગોની પ્રવૃત્તિ છે, તેવા યોગીઓનું અનુષ્ઠાન સદંતઃકરણપૂર્વક થાય છે, અને તે સદંતઃકરણપૂર્વક થયેલું અનુષ્ઠાન અસંમોહવાળું છે, અને આવું અસંમોહવાળું અનુષ્ઠાન શીધ્ર મોક્ષફળ આપે છે, પરંતુ જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનની જેમ અમ્યુદયની પ્રાપ્તિરૂપ ફળના વ્યવધાનવાળું નથી.
આશય એ છે કે જે યોગીઓને શાસ્ત્રવચન પ્રત્યે રાગ છે, અને શાસ્ત્રવચનાનુસાર ક્રિયા કરવાનો બળવાન અભિલાષ પણ છે; પરંતુ શક્તિનો સંચય નહીં હોવાથી પરિપૂર્ણ શાસ્ત્રથી નિયંત્રિત અનુષ્ઠાન કરી શકતા નથી, તેઓના અનુષ્ઠાનમાં શાસ્ત્રથી વિપરીત પ્રવૃત્તિનું કારણ સંમોહનો પરિણામ છે. આમ છતાં તેઓમાં શાસ્ત્રવચન પ્રત્યેનો જે બળવાન રાગ છે, અને શાસ્ત્રવચનાનુસાર અનુષ્ઠાનમાં યત્ન કરવાનો જે તીવ્ર અભિલાષ છે, તે પ્રશસ્ત રાગરૂપ છે; અને તે અધ્યવસાયથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને આવા પ્રશસ્ત રાગથી સેવાયેલું જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન પુણ્યના ફળની પ્રાપ્તિના વ્યવધાનપૂર્વક મોક્ષપ્રાપ્તિનું કારણ છે. તેથી જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન સાક્ષાત્ અભ્યદયની પ્રાપ્તિ કરાવે છે અને અભ્યદય દ્વારા મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે; જ્યારે અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન પ્રવૃત્તિકાળમાં સર્વજ્ઞના વચનથી પૂર્ણ નિયંત્રિત હોવાના કારણે સાક્ષાત્ રાગાદિના ઉચ્છેદમાં પ્રવૃત્ત છે. તેથી અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન શીધ્ર મોક્ષનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org