SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨પ સંસારનું કારણ છે, અને મોક્ષને અનુકૂળ ભાવને ઉત્પન્ન કરાવે તે રીતે સ્ત્રી આદિનું વેદના થાય છે, તે જીવ માટે હિતનું કારણ છે; આ પ્રકારના અવિકલ્પક જ્ઞાનથી વેદ્ય એવી વસ્તુ જે આશયસ્થાનમાં પોતાના ક્ષયોપશમને અનુરૂપ નિશ્ચયબુદ્ધિથી જણાય તે આશયસ્થાન વેદ્યસંવેદ્યપદ છે. આશય એ છે કે સર્વ ભાવયોગીઓને આ એકાંત નિશ્ચય છે કે “સર્વજ્ઞના વચનથી વિપરીત પ્રવૃત્તિઓ જીવ માટે એકાંતે અહિતનું કારણ છે, અને સર્વજ્ઞના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ એકાંતે હિતનું કારણ છે.” આમ છતાં, ક્ષયોપશમના ભેદને કારણે નિર્ણાત પણ તે બોધ તરતમતાવાળો હોય છે. આથી કેટલાક યોગીઓ સર્વજ્ઞના વચનના પરમાર્થને અનેક નયોથી યથાસ્થાને જોઈ શકે છે; અને જેમને તેવો ક્ષયોપશમ નથી, તોપણ સંગ્રહરૂપે, જે રીતે ભગવાને કહ્યું છે તે રીતે નિશ્ચયબુદ્ધિથી જાણે છે, તે સર્વને વેદસંવેદ્યપદ છે, અને આનાથી વિપરીત લક્ષણવાળું અવેદ્યસંવેદ્યપદ છે. તેથી એ ફલિત થાય કે અપાયના કારણને અપાયના કારણરૂપે જે બોધમાં નિર્ણય ન થઈ શકે તે બોધ આવેદ્યસંવેદ્યપદરૂપ છે. આથી જ ચાર દૃષ્ટિ સુધીના જીવોને કોઈક સ્થાનમાં વિપરીત રુચિ છે, તે વિપરીત રુચિ પણ વિપરીત નથી પણ યથાર્થ રુચિ છે, તેવો ભ્રમ વર્તે છે; અને આથી સર્વજ્ઞના વચનને પોતે મનસ્વી રીતે જોડે છે, એટલું જ નહીં પણ તેને હિતના ઉપાયરૂપે જુએ છે, તે તેઓમાં વર્તતા અવેધસંવેદ્યપદનું કાર્ય છે. આ રીતે વેદસંવેદ્યપદ અને અવેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં શંકા થાય કે માસતુષાદિ મુનિઓને ભગવાને કહેલા ન નિક્ષેપોથી યુક્ત શાસ્ત્રનો બોધ નથી, તેથી શુદ્ધ એવું યથાવત્ વેદ્યસંવેદ્યપદ કઈ રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં. ત્યાં કોઈ વિચારકને સમાધાન થાય કે માસતુષાદિ મુનિઓને નયસાપેક્ષ બોધ નહીં હોવા છતાં તત્ત્વ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત હોવાને કારણે, સામગ્રી મળતાં નયસાપેક્ષ બોધ થવાની યોગ્યતા પડી છે, માટે યોગ્યતાની દૃષ્ટિથી વિચારીએ તો માસતુષાદિમાં પણ શુદ્ધ યથાવ વેદ્યસંવેદ્યપદ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે યોગ્યતામાત્રથી વેદ્યસંવેદ્યપદ માસતુષાદિ મુનિઓમાં સ્વીકારવામાં આવે તો મિત્રાદિ ચારે દૃષ્ટિઓમાં પણ વેદ્યસંવેદ્યપદની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy