________________
તારાદિત્રયદ્વાત્રિશિકા/બ્લોક-૨૧ યત્ન કરતા હોય છે. તેથી તત્ત્વશ્રવણકાળમાં જ્ઞાનશક્તિની મંદતાને કારણે ઉપદેશકના વચનનું તાત્પર્ય પ્રાપ્ત ન થાય તો ઉપદેશકને પુનઃ પુનઃ પૂછીને તેનો નિર્ણય કરવા યત્ન કરે, પરંતુ ઉપદેશકના તાત્પર્યને છોડીને સ્વરુચિ અનુસાર પદાર્થને વિપરીત રીતે યોજવા યત્ન કરતા નથી. તેથી તેમની તત્ત્વશ્રવણની ક્રિયા પદાર્થના સમ્યગ્બોધનું અવંધ્યકારણ બને છે, અને આવા યોગી સન્શાસ્ત્રોના શ્રવણથી શીધ્ર સમ્યકત્વને પામે છે.
અહીં યોગબીજ એટલે યોગમાર્ગ પ્રત્યે થયેલા પક્ષપાતથી આત્મામાં પડેલા સંસ્કારો. આ યોગબીજો આત્મામાં પડેલાં હોય અને તત્ત્વશ્રવણક્રિયા થાય ત્યારે તે યોગબીજો તત્ત્વની પ્રાપ્તિને અભિમુખ વિકાસને પામે છે; કેમ કે તત્ત્વશ્રવણની ક્રિયા મધુર પાણીના યોગ જેવી છે અર્થાત્ જેમ મધુર પાણીનો યોગ બીજના વિકાસમાં પ્રબળ કારણ છે, તેમ ચોથી દૃષ્ટિવાળા જીવોમાં પ્રગટ થયેલી તત્ત્વશ્રવણની ક્રિયા યોગનાં બીજોને વિકસાવવામાં પ્રબળ કારણ બને છે.
અહીં કહ્યું કે “ભવસ્વરૂપ ખારા પાણીના ત્યાગથી પુણ્યબીજ વૃદ્ધિને પામે છે.” તેથી એ પ્રાપ્ત થાય કે જેમ બીજને ખારા પાણીનો યોગ હોય તો બીજ કરમાઈ જાય, પરંતુ ખારા પાણીના યોગને દૂર કરીને મધુર પાણીનો યોગ કરવામાં આવે તો તે બીજ ખીલે છે. તેમ યોગની પ્રથમની ચાર દૃષ્ટિમાં રહેલા જીવોમાં યોગ પ્રત્યેનું વલણ હોવા છતાં અસદુગ્રહ સર્વથા નિવર્તન પામ્યો નથી, અને ભાવના કારણભૂત એવો આ અસદ્ગહ ખારા પાણી જેવો છે, અને
જ્યાં સુધી તેના ત્યાગપૂર્વક તત્ત્વશ્રવણ કરવામાં ન આવે ત્યાં સુધી યોગબીજ વૃદ્ધિ પામી શકે નહીં; અને ત્રણ દષ્ટિવર્તી જીવો તત્ત્વશ્રવણ કરતા હોય ત્યારે તત્ત્વશ્રવણગુણ નહીં પ્રગટેલો હોવાને કારણે ક્વચિત્ સ્વરુચિ અનુસાર કંઈક તત્ત્વને જોડે તેવો પણ સંભવ છે. તેથી ત્રણ દષ્ટિવર્તી જીવો ખારા પાણીના ત્યાગપૂર્વક મધુર જળ જેવી તત્ત્વશ્રવણની ક્રિયા કરે તેવો નિયમ નથી; પરંતુ ચોથી દૃષ્ટિવાળા જીવો તો અવશ્ય શ્રવણકાળમાં તત્ત્વપ્રાપ્તિ માટે જ અત્યંત અભિમુખ થયેલા હોવાને કારણે અતત્ત્વ પ્રત્યેની રુચિરૂ૫ ખારા પાણીનો પોતાનામાં યોગ છે તેના ત્યાગપૂર્વક તત્ત્વશ્રવણમાં યત્ન કરે છે. તેથી તત્ત્વશ્રવણની ક્રિયા અવશ્ય તત્ત્વના બોધમાં વિશ્રાંત પામે છે. Iરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org