________________
૩૬
તારાદિયાત્રિશિકા/શ્લોક-૧૪ ટીકાર્ય :
મસ્યા ... માવા આના અભાવમાંsઉક્ત લક્ષણવાળી શુશ્રષાના અભાવમાં, ઉખરભૂમિમાં બીજવ્યાસની જેમ શ્રુત-અર્થશ્રવણ, વ્યર્થ છે. વળી શ્રુતના અભાવમાં પણ=અર્થશ્રવણના અભાવમાં પણ, આના ભાવમાં ઉક્ત શુશ્રષાના ભાવમાં=સદ્ભાવમાં, વળી ધ્રુવ=નિશ્ચિત, કર્મક્ષય છે. આથી અવયવ્યતિરેક દ્વારા આ જ શુશ્રષા જ, પ્રધાન ફળનું કારણ છે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે, એ પ્રમાણે ભાવ છે–તાત્પર્ય છે. ૧૪ ભાવાર્થ - (i) શુશ્રુષા વિના શાસ્ત્રશ્રવણની ક્રિયા અફળ :(ii) શ્રવણના અભાવમાં પણ શુશ્રુષા ગુણથી કર્મક્ષયની પ્રાપ્તિ -
તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતથી તત્ત્વ સાંભળવાની જે ઇચ્છા પ્રગટી છે, તે શુશ્રુષાગુણ છે, અને આવો શુશ્રુષાગુણ જેને પ્રાપ્ત થયો હોય તેવો જીવ તત્ત્વશ્રવણ કરે તો તેનો શુશ્રુષાગુણ અવશ્ય તત્ત્વપ્રાપ્તિમાં વિશ્રાંત થાય છે; અને જેમ ઉખરભૂમિમાં બીજનું વપન વ્યર્થ છે, તેમ શુશ્રુષાગુણ વિનાની અર્થશ્રવણની ક્રિયા વ્યર્થ છે. જે વ્યક્તિને શુશ્રુષાગુણ પ્રગટેલો છે, અને અર્થશ્રવણની સામગ્રીના અભાવને કારણે અર્થશ્રવણ ન થાય તો પણ શુશ્રુષાગુણ પ્રગટેલો હોવાથી તત્ત્વ પ્રત્યેનું વલણ જીવંત રહે છે, જેથી નિશ્ચિત કર્મક્ષયની પ્રાપ્તિ છે. જોકે જીવ જ્યારે તત્ત્વ સાંભળવાના વિચારોમાં અને તત્ત્વ સાંભળવાના ઉપાયોમાં પ્રયત્ન કરતો હોય ત્યારે શુશ્રષાગુણ ખીલેલી અવસ્થાવાળો હોય છે, અને સાંભળવાની ક્રિયા કરે છે ત્યારે વિશેષ રીતે તત્ત્વને અભિમુખ યત્ન વર્તતો હોય છે, અને તત્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવમાં તેના કરતાં પણ વિશેષ પ્રકારની ઉત્તમ પરિણતિ વર્તે છે. તેથી શુશ્રુષાગુણકાળમાં જે નિર્જરા થાય છે, તેના કરતાં શ્રવણકાળમાં ઘણી અધિક નિર્જરા થાય છે, અને તેના કરતાં પણ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે અધિક નિર્જરા થાય છે.
આમાં અન્વયવ્યતિરેક આ પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org