SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્લોકાર્થ : યથોક્ત આસનથી અંતરાયનો વિજય, આત્યન્તિક શીતોષ્ણાદિ દ્વન્દ્વોથી દુઃખની અપ્રાપ્તિ અને પ્રણિધાનપુરઃસર દૃષ્ટ દોષોનો પરિત્યાગ થાય છે. II૧૨ચા તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨ નોંધ :- શ્લોકમાં ‘દાદાનમિતિસ્તથા:’ ના સ્થાને ‘ક્રાન્તામિતિ: પર' પાઠાંતર છે, જે બરાબર જણાતા તે પ્રમાણે અર્થ કરેલ છે. ટીકાઃ = अत इति अतो यथोक्ताद्-आसनादन्तरायाणाम् अङ्गमेजयादीनां विजयः, द्वन्द्वैः शीतोष्णादिभिरनभिहतिर्दु:खाप्राप्तिः परा - आत्यन्तिकी, 'ततो द्वन्द्वानभिघातः ' [पा.यो.सू. २- ४८] इत्युक्तेः दृष्टानां च दोषाणां मनःस्थितिजनितक्लेशादीनां परित्यागः प्रणिधानपुरस्सर:- प्रशस्तावधानपूर्वः । । १२ ।। = ટીકાર્યઃ अतो પ્રશસ્તાવધાનપૂર્વ: । આનાથી=યથોક્ત આસનથી અંગમેજયાદિ અંતરાયોનો=અંગકંપનાદિ અંતરાયોનો, વિજય થાય છે. પરા=આત્યન્તિકી શીતોષ્ણાદિ દ્વન્દ્વોથી અભિતિ-દુઃખની અપ્રાપ્તિ, થાય છે; કેમ કે 'તેનાથી=આસનજયથી, દ્વન્દ્વનો અનભિઘાત છે' એ પ્રમાણેની ઉક્તિ છે=પાતંજલયોગસૂત્ર-૨-૪૮નું એ પ્રમાણેનું વચન છે, અને પ્રણિધાનપુરઃસર= પ્રશસ્ત અવધાનપૂર્વક, દૃષ્ટ એવા મનઃસ્થિતિથી ઉત્પન્ન થતા ક્લેશાદિ દોષોનો પરિત્યાગ થાય છે. ।।૧૨। * ‘અ૫ેનાવિ’ અહીં ‘આવિ’ થી દુઃખ, દૌર્મનસ્ય, શ્વાસ, પ્રશ્વાસ આદિ વિક્ષેપોનું ગ્રહણ કરવું. ભાવાર્થ: ત્રીજી દૃષ્ટિવાળા યોગી પોતાના બોધને અનુરૂપ આસનમાં યત્ન કરતા હોય ત્યારે અસતૃષ્ણાનો અને ત્વરાનો અભાવ વર્તતો હોય છે, અને ચોક્કસ સ્થિર આસનમાં બેસીને આકાશાદિ આનંત્યમાં મનની સમાપત્તિમાં યત્ન કરતા હોય છે, જેથી દેહમાં અહંકારનો અભાવ વર્તે છે. તેના કારણે નીચેના ત્રણ ગુણો પ્રગટે છે, તે આ પ્રમાણે Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy