________________
૧૪
તારાદિત્રયદ્વાચિંશિકા)ોક-૫ શ્લોકાર્થ :
આ રીતે ચોગમાં ઉપકારી એવા આ શૌચાદિ નિયમોને જાણીને આ દષ્ટિમાં રહેલા યોગી આ ઈચ્છાદિક નિયમોમાં રત થાય. પII ટીકા -
विज्ञायेति-एतान्-शौचादीनियमान् एवं स्वाङ्गजुगुप्सादिसाधकत्वेन योगोपकारिण:-समाधिनिमित्तान् विज्ञाय अत्र-तारायां दृष्टावेतेषु इच्छादिकेषु हि नियमेषु रतो भवेत्, तथाज्ञानस्य तथारुचिहेतुत्वात्, तदत्र काचित्प्रतिपत्तिः પ્રશતા ગાલા ટીકાર્ય :
તાન્» પ્રશતા આ રીતે=શ્લોક-૩ અને ૪માં બતાવ્યું એ રીતે, સ્વાંગ જુગુપ્સાદિ સાધકપણા વડે યોગઉપકારી સમાધિનિમિત્ત, એવા આ શૌચાદિ નિયમોને જાણીને, આ તારાદષ્ટિમાં રહેલા યોગી આ ઈચ્છાદિ નિયમોમાં રત થાય; કેમ કે તે પ્રકારના જ્ઞાનનું તે પ્રકારની રુચિનું હેતુપણું છે= યોગમાર્ગ હિતકારી છે તે પ્રકારના જ્ઞાનનું તે પ્રકારના યોગમાં પ્રવૃત્તિ કરાવે તેવી રુચિનું હેતુપણું છે. તે કારણથી અહીં-તારાદષ્ટિમાં કંઈક પ્રતિપતિ બતાવાઈ=ઈચ્છાદિરૂપ કોઈક નિયમોનો સ્વીકાર બતાવાયો. પા. ભાવાર્થ :યોગના ઉપકારી નિયમોમાં રત તારાદષ્ટિવાળા રોગીઓ -
પાતંજલમતાનુસાર “ચિત્તવૃત્તિનિરોધ એ યોગ છે.” તેનું સાક્ષાત્ કારણ સમાધિ છે, અને શૌચાદિ નિયમો સ્વાંગ જુગુપ્સાદિની સિદ્ધિ આદિ કરવા દ્વારા ક્રમશઃ સમાધિમાં નિમિત્ત બને છે એમ શ્લોક-૩-૪માં કહ્યું એ પ્રમાણે જાણીને તારાદષ્ટિવાળા યોગીઓ ઇચ્છાદિ નિયમો સેવવા માટે પ્રયત્નવાળા બને છે; કેમ કે તારાદષ્ટિવાળા યોગીઓને જ્ઞાન છે કે “મોક્ષમાં જવાનો ઉપાય ચિત્તવૃત્તિનો નિરોધ છે અને તેનો ઉપાય સમાધિ છે અને સમાધિ ઉત્પન્ન કરવાનો ઉપાય સ્વાંગજુગુપ્સાદિ છે અને સ્વાંગજુગુપ્સાદિ કરવા માટે શૌચાદિમાં મારે યત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org