SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ તપ છે, દેવતાનું પ્રણિધાન=સર્વ ક્રિયાઓનું ફળનિરપેક્ષપણા વડે ઈશ્વરસમર્પણલક્ષણ ઈશ્વરપ્રણિધાન. આaઉપર્યુક્ત શૌચાદિ પાંચ પતંજલિ આદિ યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૨/૩૨માં કહેવાયું છે – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન નિયમો છે” - ‘તિ' શબ્દ પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા ભાવાર્થ :નિયમોનું સ્વરૂપ : તારાદૃષ્ટિમાં રહેલા યોગીને પાંચ નિયમો પ્રગટ થાય છે. તે આ પ્રમાણે – (૧) શૌચ, (૨) સંતોષ, (૩) સ્વાધ્યાય, (૪) તપ અને (૫) દેવતાપ્રણિધાન. યમના પાલનમાં હિંસાદિ બાહ્ય આરંભોની નિવૃત્તિ હતી, જ્યારે નિયમોમાં તે હિંસાદિ આરંભોની નિવૃત્તિમાં અતિશયતા કરાવે તેવી પ્રવૃત્તિ છે. (૧) શૌચ :- શૌચ બે પ્રકારે છે : ૧. બાહ્યશૌચ અને ૨. અત્યંતરશૌચ. ૧. બાહ્યશૌચ :- યોગમાર્ગને અતિશય કરવા અર્થે માટી, પાણી આદિથી કાયાનું પ્રક્ષાલન કરીને શુદ્ધિ કરવામાં આવે તો તે બાહ્યશૌચ છે, જે કરીને યોગી અન્ય સ્વાધ્યાયાદિ અનુષ્ઠાનમાં દૃઢ યત્ન કરી શકે છે. આથી જ શ્રાવક દ્રવ્ય શૌચપૂર્વક ભવગર્ભક્તિ કરે છે. ૨. અત્યંતરશૌચ - મૈત્યાદિ ભાવનાઓથી આત્માને વાસિત કરવામાં આવે તે અત્યંતર શૌચ છે. શેષ નિયમો સ્પષ્ટાર્થવાળા છે. પરા અવતરણિકા - પૂર્વશ્લોકમાં શૌચાદિ પાંચ નિયમો બતાવ્યા. તેમાં દ્રવ્ય અને ભાવશૌચતું બાહ્ય અને અત્યંતરશોચનું સ્વરૂપ બતાવ્યું. હવે શૌચભાવના કરવાથી પણ શૌચનિયમ ગુણ પ્રગટે છે. તેથી શૌચભાવનાનું સ્વરૂપ બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy