________________
તારાદિત્રયદ્વાચિંશિકા/સંકલના ચાર દૃષ્ટિ સુધી વિપર્યાસ વર્તે છે, તેથી સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે સદ્અનુષ્ઠાનથી પુણ્યબંધ પણ પાપાનુબંધી થાય છે, અને વૈરાગ્યથી જે યોગમાર્ગની પ્રવૃત્તિ થાય છે, તે પણ મોહગર્ભિત વૈરાગ્યવાળી હોય છે, અને સંસારની પાપની પ્રવૃત્તિ જે કંઈ થાય છે તે સાનુબંધ થાય છે. ફક્ત, યોગમાર્ગની બહાર રહેલા જીવોને થતો પુણ્યબંધ એકાંતે પાપાનુબંધી હોય છે, જ્યારે ચારદૃષ્ટિવાળા જીવોને થતો પુણ્યબંધ વિશેષ પ્રકારે પાપાનુબંધી હોવા છતાં કંઈક પુણ્યાનુબંધી પણ હોય છે, પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય અલ્પમાત્રામાં હોવાથી ગ્રંથકારે તેની વિવક્ષા કરી નથી.
પ્રથમ ચાર દૃષ્ટિવાળા જીવોને સાચી શ્રદ્ધાથી યુક્ત બોધના કારણે તાત્ત્વિક વૈરાગ્ય હોવા છતાં અવેદ્યસંવેદ્યપદને કારણે તે વૈરાગ્ય મોહગર્ભિત પણ છે, અને વેઘસંવેદ્યપદ કરતાં અવેદ્યસંવેદ્યપદ અધિક હોવાથી તેને આશ્રયીને ગ્રંથકારે તે જીવોને મોહગર્ભિત વૈરાગ્ય છે, તેમ કહેલ છે; અને ચાર દૃષ્ટિવાળા જીવોની સંસારની પાપની પ્રવૃત્તિ કંઈક શિથિલ હોવાના કારણે તેટલા અંશથી પાપાનુબંધી નહિ હોવા છતાં, અવેદ્યસંવેદ્યપદને કારણે વર્તતા વિપર્યાસ અંશને આશ્રયીને તેઓની પાપપ્રવૃત્તિ સાનુબંધ છે, તેમ ગ્રંથકારે કહેલ છે.
આ ચાર દૃષ્ટિવાળા જીવો સધુરુષના યોગથી અને આગમના યોગથી અવેદ્યસંવેદ્યપદને જીતી શકે છે. તેથી તેઓને અવેદ્યસંવેદ્યપદ જીતવા માટે ગ્રંથકારે પ્રસ્તુત બત્રીશીના અંતે પ્રેરણા કરી છે.
છબસ્થતાના કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં-અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગુ છું. વિ. સં. ૨૦૬૪,
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org