________________
મિત્રાધાવિંશિકા/પ્રાસ્તાવિક ૨૦થી ૨૪ એમ કુલ પાંચ દ્વાત્રિશિકાઓમાં કરેલ છે. આઠ દષ્ટિઓમાં પ્રથમની ચાર દષ્ટિઓ મિથ્યાત્વયુક્ત હોવા છતાં મિથ્યાત્વની મંદતાને કારણે તેમાં રહેલા યોગીઓના ગુણોનો ગુણસ્થાનકોના આરોહણપૂર્વક પરમપદને પ્રાપ્ત કરાવે તેવી સ્પષ્ટ વિકાસ જોવા મળે છે.
અનંત પુગલપરાવર્તમય ભવચક્રમાં જે જીવનો માત્ર એક પુદ્ગલ પરાવર્તન સંસાર બાકી છે, કાળાદિના પ્રભાવે જેની કર્મથી લઘુતા થઈ છે, દેવગુરુ આદિ કંઈક ગમવા લાગ્યા છે, હવે ચરમયથાપ્રવૃત્તિકરણ કરી ગ્રંથિભેદની નજીક આવ્યો છે, તે જીવ ફરી મોહનીયકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિનો અપુનબંધક બને છે, ત્યારે તેના જીવનમાં યોગપ્રાપ્તિના સૂર્યોદયનો ઉષાકાળ પ્રગટે છે. જેના આંતરિક પરિણામો કંઈક સરળ અને કોમળ બન્યા છે, જીવદળ કંઈક કુણું બન્યું છે, તેવો આ મિત્રાદષ્ટિવાળો જીવ છે. તેનામાં જે ગુણબીજાધાન થશે તે જ અંકુરિત થઈને, પુષ્પિત થઈને મોક્ષમાર્ગે તેને આગળ વધારશે.
મિત્રાદ્વાáિશિકા'માં જીવનો મિત્રાદષ્ટિનો આત્મવિકાસ નિરૂપણ કરેલ છે. પૂર્વે જીવ ઓઘદષ્ટિમાં હતો તે હવે યોગદષ્ટિમાં પ્રવેશ કરે છે, તેનામાં આત્મગુણની રુચિ પ્રગટે છે જેથી મિથ્યાત્વની અવસ્થામાં જ મિથ્યાત્વની મંદતા થવાથી વાસ્તવિક યોગની ભૂમિકા તૈયાર થાય તેવા અનેક ગુણોને ખીલવે છે અને યોગબીજોનું આધાન કરે છે અને શ્રેષ્ઠ એવા સદ્યોગ વડે ગુણસ્થાનો ચઢતો, વિકાસકૅમમાં ક્રમશઃ આગળ વધી અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણાદિ ગુણોની ઉત્તરોત્તર પ્રાપ્તિ કરી, વિશુદ્ધ પરિણામ અને વર્ષોલ્લાસ દ્વારા ગ્રંથિભેદ કરી, સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી, સૂક્ષ્મબોધવાળો બનશે અને અંતે કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.
મિત્રાદષ્ટિમાં વર્તતા યોગીને યોગના અંગરૂપે યમનું સેવન છે અને તે દેવ-ગુરુની ભક્તિ કષ્ટ વેઠીને પ્રેમથી કરે છે. માર્ગભ્રષ્ટ પાપી જીવો પર તે દ્વેષ કરતો નથી, અહિંસાદિ યમો પાળે છે અને સદ્ગુરુનો સમાગમ થતાં જિનાગમમાં જણાવેલ યોગબીજોનું આધાર કરે છે.
મિથ્યાત્વનો ઉદય હોવા છતાં આ યોગબીજની શુદ્ધિના અનુભવથી અપૂર્વ આનંદ આ યોગી અનુભવે છે. તેનું આવું સંશુદ્ધ ચિત્ત સંસારની શક્તિના ઉદ્રકનો નાશ કરી કાલાંતરે ગ્રંથિરૂપ પર્વતને તોડનારું બને છે. - ભદ્રપરિણામી, ગુણજ્ઞ અને ગુણરાગી બનેલા આ યોગીનો ભાવમળ ઘટવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org