________________
મિત્રાદ્વાચિંશિકા/શ્લોક-૨૫ નોંધઃ- આ શ્લોકની ટીકાનો અંતિમ શબ્દ “ભૂમિ:' છે તેના સ્થાને ત્યાં તૂધમ:' શબ્દ હોવાની સંભાવના છે. તેથી અમે તે પ્રમાણે અર્થ કહેલ છે. ભાવાર્થ -
મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું મિથ્યાત્વ જે જીવમાં છે તે જીવમાં વ્યક્ત મિથ્યાત્વ છે, તેમ કોઈક ગ્રંથમાં કહેલ છે, અને તે કથન પ્રમાણે મિત્રાદષ્ટિમાં વ્યક્ત મિથ્યાત્વ છે.
અહીં પ્રશ્ન થાય કે દૃષ્ટિ બહારના જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું વ્યક્ત મિથ્યાત્વ, દષ્ટિ બહારના જીવોમાં સ્વીકારી શકાય નહીં, કેમ કે દૃષ્ટિ બહારના જીવોમાં તીવ્ર મળ વર્તતો હોવાને કારણે તેઓમાં વ્યક્ત મિથ્યાત્વ હોય કે અવ્યક્ત મિથ્યાત્વ હોય તે બંનેમાંથી કોઈપણ મિથ્યાત્વ, મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત બને નહીં. ઊલટું દષ્ટિ બહારના જીવોમાં ઘન મળ તીવ્ર મળ, હોવાને કારણે તેઓમાં વ્યક્ત મિથ્યાત્વ=પ્રગટ મિથ્યાત્વ, હોય તે અવ્યક્ત મિથ્યાત્વ કરતા=અનાભોગ મિથ્યાત્વ કરતા=અવિચારકતારૂપ મિથ્યાત્વ કરતાં, પણ વધારે ખરાબ છે; કેમ કે ઘન મળવાળા જીવોને અવ્યક્ત મિથ્યાત્વ વખતે તત્ત્વઅતત્ત્વની વિચારણા નથી અને વ્યક્તિ મિથ્યાત્વ વખતે અતત્ત્વનો તત્ત્વરૂપે સ્વીકાર છે, જે વધારે ખરાબ છે. માટે ઘન મળ કાળમાં અવ્યક્ત મિથ્યાત્વ કરતાં પણ વ્યક્ત મિથ્યાત્વ હોય તે વધારે ખરાબ છે; ઘન મળ કાળમાં વર્તતા વ્યક્ત કે અવ્યક્ત એવા મિથ્યાત્વને ગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત સ્વીકારી શકાય નહીં માટે પરિભાષાથી કરાયેલું ગુણસ્થાનકપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું વ્યક્તિ મિથ્યાત્વ મિત્રાદષ્ટિવાળા જીવોને છે તેમ માનવું ઉચિત છે.
છે હીં પ્રશ્ન થાય કે કોઈક શાસ્ત્રોમાં અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાવ કહ્યું છે, અને માભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વ વ્યક્ત મિથ્યાત્વ કહ્યાં છે. તે માર્ગને છોડીને ગ્રંથાંતરમાં મિથ્યાત્વગુણસ્થાનપદના પ્રવૃત્તિનિમિત્તને વ્યક્ત મિથ્યાત્વ કેમ કહ્યું ? તેથી કહે છે –
નૈગમનય અનેક વિચિત્રતાવાળો છે તેથી તેના અનેક પ્રકારના ભેદો પડે છે. માટે કોઈકનૈગમનયના ભેદથી અનાભોગ મિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ અને આભિગ્રહિકાદિને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે, તો વળી નૈગમનના કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org