________________
મિત્રાધાવિંશિકા/બ્લોક-૨૫ बहुभेदत्वात् तद्भेदविशेषाश्रयणेन वाऽन्यत्र तथाभिधानमिति परिभावनीयं સૂપ: (સુથfમઃ) રજા ટીકાર્ય -
ચત્ર-સુથfમ: રપો અન્યત્ર=ગ્રંથાંતરમાં, મિથ્યાત્વગુણસ્થાનપદની પ્રવૃત્તિના નિમિત્તપણા વડે કરીને વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિની પ્રાપ્તિ આકમિત્રાદષ્ટિ જ કહેવાય છે, કેમ કે વ્યક્તપણા વડે કરીને ત્યાં અન્ય ગ્રંથમાં, આનું જ=મિત્રાદેષ્ટિનું જ, ગ્રહણ છે.
અહીં પ્રશ્ન થાય કે દૃષ્ટિની બહારના જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
વળી ઘન=તીવ્ર મળ હોતે છતે વ્યક્ત અને અવ્યક્ત બુદ્ધિમાં શું ભેદ છે? અર્થાત્ વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ અને અવ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ બંને અસાર છે. ઊલટું અવ્યક્તની અપેક્ષાએ દુષ્ટ એવી વ્યક્તિ મિથ્યાત્વની બુદ્ધિનું અતિદુષ્ટપણું હોવાથી કોઈ રીતે ગુણસ્થાનપણાનું કારણપણું નથી, એ પ્રકારનો ભાવ છે. - અહીં પ્રશ્ન થાય કે કોઈ ગ્રંથમાં પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ કહ્યું છે, અને બાકીના આભિગ્રહિક આદિ ચાર મિથ્યાત્વને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે; જ્યારે ગ્રંથાંતરમાં મિથ્યાત્વગુણસ્થાનકપદની પ્રવૃત્તિનિમિત્તક એવા મિત્રાદષ્ટિવર્તી જીવોમાં વ્યક્ત મિથ્યાત્વ કહ્યું અને દષ્ટિ બહારના સર્વ જીવોમાં અવ્યક્ત મિથ્યાત્વ કહ્યું. આ પ્રકારનો ભેદ કેમ છે? તેથી કહે છે –
વિચિત્રપણા વડે કરીને નૈગમનું=નૈગમનયનું, બહુભેદપણું હોવાથી કોઈક ગ્રંથોમાં અનાભોગમિથ્યાત્વને અવ્યક્ત મિથ્યાત્વ કહેલું છે અને આભિગ્રહિકાદિ ચાર મિથ્યાત્વને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે. વળી ગ્રંથાંતરમાં મિત્રાદેષ્ટિવાળા જીવોને વ્યક્ત મિથ્યાત્વ કહેલ છે અને દૃષ્ટિ બહારના જીવોને અવ્યક્ત મિથ્યાત્વ કહેલ છે.
અથવા તેના ભેદવિશેષના આશ્રયણ દ્વારા નૈગમનયના ભેદવિશેષના આશ્રયણ દ્વારા, અન્યત્ર=ગ્રંથાંતરમાં, તે પ્રકારનું અભિધાન છે=મિત્રાદેષ્ટિવાળા જીવોને વ્યક્ત મિથ્યાત્વબુદ્ધિ છે તે પ્રકારનું અભિધાન છે, એ પ્રકારે વિચારકોએ પરિભાવન કરવું. રિપો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org