________________
કપ
કેવલિભુત્તિ વ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૮ અવતરણિતાર્થ :
સુહભાવથી ગ્રંથકારશ્રી સમાધાન કરે છે – અવતરણિકાનો ભાવાર્થ -
કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભક્તિથી સાતાની પ્રાપ્તિ થાય, અને કેવલીને ભક્તિથી સાતાની પ્રાપ્તિ સ્વીકારીએ તો શ્લોક-૩માં કહ્યું તેમ કેવલીને સાતવેદનીયની ઉદીરણાની આપત્તિ આવે, અને કેવલીને સાતાની ઉદીરણા દિગંબરો કે શ્વેતાંબરોને માન્ય નથી. માટે કેવલીને ભક્તિ સ્વીકારી શકાય નહિ.
ગ્રંથકારશ્રીએ તેનો ઉત્તર આપતાં શ્લોક-૧૭માં કહ્યું કે કેવલીને ભુક્તિને કારણે સાતાની ઉદીરણાની આપત્તિ દિગંબર આપે તો દિગંબરને પણ કેવલીને દેશનાથી અસાતાની ઉદીરણાની આપત્તિ આવે. આ પ્રકારની આપત્તિ આવવાથી એ ફલિત થયું કે કેવલીને ભુક્તિ સ્વીકારવાથી સાતાની ઉદીરણાની આપત્તિ શ્વેતાંબર પક્ષમાં છે અને દેશનાથી અસાતાની ઉદીરણાની આપત્તિ દિગંબર પક્ષમાં છે. જો કેવલીને સાતાની ઉદીરણાની આપત્તિનું નિરાકરણ ન કરી શકાય તો શ્વેતાંબરો પણ કેવલીને સાતાની ઉદીરણા માનતા નથી, તેથી કેવલીને કવલાહાર કઈ રીતે શ્વેતાંબરો સ્વીકારી શકે, એ પ્રકારની જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી સુહૃભાવથી સમાધાન કરે છે – શ્લોક :
उदीरणाख्यं करणं प्रमादव्यङ्ग्यमत्र यत् ।
तस्य तत्त्वमजानान: खिद्यसे स्थूलया धिया ।।१८।। અન્વયાર્થ:
મત્ર=અહીં વેદનીયકર્મમાં, ચ=જે વીરગર્થ રાં=ઉદીરણાકરણ છે, તે પ્રમાવિય—પ્રમાદથી વ્યંગ્ય છે, તસ્ય તત્ત્વ—તેના તત્વને વેદનીયકર્મમાં વર્તતા ઉદીરણાકરણના પરમાર્થને, નાનાની=નહિ જાણનારો એવો તું દિગંબર, પૂના થિયા વિદાસે પૂલ બુદ્ધિથી ખેદ પામે છે. ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org