________________
કેવલિભવ્યિવસ્થાપનાચિંશિકા/શ્લોક-૨ ઉદ્દભવપણું હોવાથી=ઈન્દ્રિયોને આધીનપણું હોવાથી, અતીન્દ્રિય એવા ભગવાનને ઈન્દ્રિયોથી વિષયોને નહિ ગ્રહણ કરનાર એવા કેવલીને, તેની અનુપમતિ હોવાથી=ઈંદ્રિયોને આધીન એવા સુખ-દુખની અનુપપત્તિ હોવાથી, કેવલી કવલભોજન કરતા નથી. પરા ભાવાર્થ :(૫) દગ્ધરજુસમપણું :
કેવલીભગવંતને ચાર ઘાતિકર્મોનો નાશ થયેલો હોવાથી, અઘાતી એવા વેદનીયકર્મો દગ્દરજ્જુ જેવા છે. તેથી જેમ દોરડું બળી ગયેલું હોય ત્યારે બહારથી દેખાવરૂપે દોરડા જેવું દેખાતું હોય તોપણ તે દોરડાનું અવલંબન લઈને કોઈ કાર્ય કરવું હોય તો થઈ શકે નહિ; કેમ કે તે બળેલું દોરડું આકારમાત્રથી દોરડારૂપે દેખાય છે, વસ્તુતઃ તે દોરડું રાખ જેવું છે. તેથી દગ્ધરજ્જુ જેવા તે દોરડાનું અવલંબન લઈ શકાય નહિ.
તે રીતે કેવલીભગવંતનું વેદનીયકર્મ દગ્ધરજ્જુ સમાન હોવાથી વેદનયકર્મનું કાર્ય સુધાવેદના ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. તેથી કેવલીભગવંતને સુધાના અભાવને કારણે સુધાના શમનને અનુકૂળ ભોજનની ક્રિયા નથી. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. () દેહગત સુખ-દુઃખનું ઇન્દ્રિયોને આધીનપણું :
શરીરગત શાતા-અશાતારૂપ સુખ કે દુઃખ ઇંદ્રિયોથી ઉત્પન્ન થાય છે અર્થાત્ ઇંદ્રિયોને આધીન એવા સંસારી જીવોને શરીરગત સુખ-દુઃખ ઉત્પન્ન થાય છે, અને કેવલીભગવંતને ઇંદ્રિયોને આધીન જ્ઞાનની પરિણતિ નથી, પરંતુ કેવલજ્ઞાનથી શેય એવા પદાર્થનું જ્ઞાન કરે છે. તેથી કેવલી ઇંદ્રિયોથી વિષયોનો બોધ કરનારા નહિ હોવાથી ઇંદ્રિયોને આધીન એવું દેહગત સુખ અને દુઃખ કેવલીભગવંતને નથી. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી.
અહીં વિશેષ એ છે કે ઇંદ્રિયોથી જોયનું જ્ઞાન થાય છે, જે મતિજ્ઞાનસ્વરૂપ છે; તેમ તે તે ઇંદ્રિયોથી થતું સુખ કે દુઃખનું વેદન પણ મતિજ્ઞાનથી થાય છે. તેથી પાંચ ઇંદ્રિયોથી થતાં સુખ-દુઃખોનું વેદન મતિજ્ઞાનથી થાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org