SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વસ્તુતઃ તત્ત્વના રાગી અને પરમ મધ્યસ્થતાના અર્થી એવા પુરુષો કોઈપણ દર્શનનું અવલોકન કરે ત્યારે તે દર્શનની યુક્તિયુક્ત વાતો જે હોય તેને સહેજ પણ અન્યાય કર્યા વગર સ્વીકારવા યત્ન કરે, પરંતુ કોઈપણ દર્શનમાં રહેલી, યુક્તિને નહિ સ્પર્શનારી ભ્રમથી યુક્તિ જેવી ભાસતી કોઈ યુક્તિ દેખાય, તેનાથી યોગ્ય જીવોને માર્ગનો ભ્રમ ન થાય અને સન્માર્ગની પ્રાપ્તિ થાય, તે માટે અન્ય દર્શનનાં અસંબદ્ધ વચનોનું નિરાકરણ કરે છે, તેમ દિગંબરોની પણ કેવલીભુક્તિવિષયક અસંબદ્ધ માન્યતાઓના નિરાકરણના પ્રયોજનથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશી રચેલ છે. ૧૦ છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ ૫રમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડં' માંગું છું. વિ. સં. ૨૦૬૨, વૈશાખ સુદ-૩, તા. ૩૦-૪-૨૦૦૬, રવિવાર, વિમલવિહાર, ૩૦૨, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International O D E - પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy