SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/પ્રસ્તાવના મારી તબિયત અત્યંત નાદુરસ્ત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ રહેવાનું બન્યું અને જ્ઞાનનિધિ, પ્રજ્ઞાધનસંપન્ન પંડિતવર્ય પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. ગ્રંથવાચન કરતાં કરતાં જે જે ગ્રંથોનું વાચન થયું તે તે ગ્રંથોની રોજેરોજના પાઠની સંકલન પણ સાથે સાથે સ્વસ્વાધ્યાય માટે કરી. એ ગ્રંથોમાંથી યોગવિંશિકા, અધ્યાત્મોપનિષતું, અધ્યાત્મમત પરીક્ષા ભાગ-૧,૨,૩, સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ, આરાધક વિરાધક ચતુર્ભગી, કૃપાદૃષ્ટાંતવિશદીકરણ, પ્રતિમાશતક ભાગ-૧,૨,૩ પ્રકાશિત થયા છે, તથા ૧૮મી યોગભેદદ્વાáિશિકા, ૧૯મી યોગવિવેકઢાત્રિશિકા, ૬ઠ્ઠી સાધુસામય્યદ્વત્રિશિકા, ૨૭મી ભિક્ષુદ્રાન્ત્રિશિકા, ૨૮મી દીક્ષાાત્રિશિકાનું શબ્દશઃ વિવેચન પ્રકાશિત થયું છે. પ્રતિમાશતક ગ્રંથના ભા. ૪નું પણ શબ્દશઃ વિવેચનની સંકલનાનું કાર્ય ચાલી રહ્યું છે, તથા ‘દ્વાત્રિશદ્વત્રિશિકા' ગ્રંથની અન્ય દ્વાáિશિકાઓનું શબ્દશઃ વિવેચન પણ લખાઈ રહ્યું છે, જે અવસરે અવસરે ગીતાર્થ ગંગા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થશે. આ બત્રીશીના ગુજરાતી વિવેચનના પ્રૂફસંશોધનકાર્યમાં કૃતોપાસક સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે. પ્રસ્તુત બત્રીશીના વિવરણમાં કે સંકલન-સંપાદન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય કે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ” માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને “ચાર ઘાતિકર્મના ક્ષયવાળા વીતરાગ ભગવાન છે, તેથી ઘાતિકર્મના ઉદયથી થનારા દોષો વીતરાગ ભગવાનમાં નથી, ફક્ત વિદ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy