SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ છે કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૨૩ શરીર ભુક્તિ વગર પણ ટકી શકે છે, તેમ સ્વીકારી શકાય નહીં, એમ સંબંધ છે. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. પરવા જ વનસ્પત્યાવીનામપિ - અહીં પ થી એ કહેવું છે કે મનુષ્યઆદિને તો ભક્તિથી શરીરની ચિરકાળ સ્થિતિ છે, પરંતુ વનસ્પતિ આદિને પણ જલાદિના ગ્રહણ દ્વારા જ શરીરની ચિરકાળ સ્થિતિ છે. છે. વિવિત્રપુત્તિોપદીનસ્થપિ - અહીં માપ થી એ સમુચ્ચય થાય છે કે શરીરની વિશેષ સ્થિતિમાં તો આયુષ્યનું હેતુપણું છે, પરંતુ વિચિત્ર પ્રકારના પુદ્ગલના ગ્રહણનું પણ હેતુપણું છે. ભાવાર્થ :(૧૨) ભુક્તિ વગર પણ પરમઔદારિક શરીર રહી શકે છે, તેથી કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ: દિગંબર કહે છે કે કેવલીને પરમઔદારિક શરીર છે, માટે કેવલીને ભુક્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – પરમઔદારિક શરીર શાસ્ત્રમાં બતાવાયેલાં ઔદારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન છે કે અભિન્ન છે? જો દારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન એવું પરમઔદારિક શરીર છે, એમ સ્વીકારીને દિગંબર કહે કે કેવલીને પરમદારિક શરીર છે, તે ભક્તિ વગર પણ ટકી શકે છે, કેમ કે પરમઔદારિક શરીરનો સ્વભાવ જ તેવો છે કે આહાર વગર દીર્ઘ કાળ ટકી શકે. તેને ગ્રંથકારશ્રી કહે છે – શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં ઔદારિકાદિ પાંચ શરીરોથી ભિન્ન એવું પરમઔદારિક શરીર છે, તેમ સ્વીકારવામાં શું પ્રમાણ છે ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી; કેમ કે શાસ્ત્રમાં પાંચ શરીર પ્રસિદ્ધ છે, છઠું પરમઔદારિક શરીર પ્રસિદ્ધ નથી. અહીં દિગંબર કહે કે ઔદારિક શરીરથી અભિન્ન પરમઔદારિક શરીર છે, પરંતુ તે વિશેષ પ્રકારનું દારિક શરીર છે, અને વિશેષ પ્રકારનું એવું તે ઔદારિક શરીર ભક્તિ વગર ટકી શકે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દારિક શરીરથી અભિન્ન એવું પરમઔદારિક શરીર છે, એમ જો દિગંબર કહે તો તે પરમઔદારિક શરીર કેવલ અતિશયરૂપાદિથી યુક્ત છે, તેમ સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy