________________
ઉ૪
યોગભેદદ્ધાત્રિશિકા/બ્લોક-૨૧ તો તે ધ્યાન કુશળ એવી હિતની પરંપરાનું કારણ બને છે; અને જે યોગીઓ ઉપરોક્ત દોષોના પરિવાર માટે યત્ન કરતા નથી, તેવા યોગીઓ ધ્યાનના ફળના અર્થી હોવા છતાં કુશલાનુબંધિ ધ્યાન પ્રાપ્ત કરી શકતા નથી. વળી જેઓનું ચિત્ત ક્રોધાદિ વિકારોવાળું છે અને ઉપર ઉપરની ભૂમિકામાં જવા માટે ઉદાત્ત આશયવાળું નથી, એવા યોગીઓ ધ્યાનના અધિકારી નથી, માટે તેઓ ધ્યાનમાં યત્ન કરે તોપણ સમ્યગુ ધ્યાનયોગને પ્રાપ્ત કરી શકતા નથી.
આનાથી એ ફલિત થાય કે શાંત-ઉદાત્ત એવા યોગી ધ્યાનના અધિકારી છે અને અધિકારી એવા યોગીઓ ધ્યાનમાં પ્રાપ્ત થતા દોષોના પરિહારપૂર્વક યત્ન કરે તો તેઓથી કરાયેલું ધ્યાન કુશલાનુબંધી બને છે.ll૨૦II અવતરણિકા -
શ્લોક-૧૧માં ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક-૧૨ થી ૨૦માં ધ્યાનમાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા અને શ્લોક-૨૦ના ઉત્તરાર્ધમાં એ બતાવ્યું કે ધ્યાનના અધિકારી એવા શાંત-ઉદાત્ત યોગી ધ્યાનના દોષોના પરિહારપૂર્વક ધ્યાન કરે તો તે ધ્યાન કુશળ અનુબંધવાળું થાય. હવે તે રીતે ધ્યાન સેવનારને શું ફળ પ્રાપ્ત થાય છે તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च ।
अनुबन्धव्यवच्छेदश्चेति ध्यानफलं विदुः ।।२१।। અન્વયાર્થ :
અને સર્વત્ર=સર્વ કાર્યમાં વસતા =વશિતા જ=આત્માની પોતાની સ્વાધીનતા જ, અને માવર્તમત્યમેવ-ભાવસૅમિત્ય જ=અંતઃકરણના પરિણામનું નિશ્ચલપણું જ, અને અનુવન્થવ્યવચ્છેદ્ર=અનુબંધનો વ્યવચ્છેદ રૂતિપત આ ધ્યાનuત્ન વિવું =ધ્યાનનું ફળ ધ્યાનના જાણનારાઓ કહે છે. ૨૧II શ્લોકાર્ચ - અને સર્વકાર્યમાં આત્માની પોતાની સ્વાધીનતા જ અને અંતઃકરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org