SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘યોગમેદાગિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર ઉપાધ્યાયજી મહારાજા : વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃતસચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં એક Master Piece ઉત્તમ નમૂનારૂપ, જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ ‘દ્વાન્નિશ દ્વાત્રિશિકા' ગ્રંથ પૂ. ઉપાધ્યાયજીની એક અમર કૃતિ છે. વર્ષોની અખંડ સાધના અને જીવનના વિવિધ અનુભવોના પરિપાકરૂપે એક-એકથી ચડીયાતા ગ્રંથરત્નોનું સર્જન મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કર્યું છે. એ ગ્રંથરત્નોનો પ્રકાશ અનેક જિજ્ઞાસુઓના અંતરને અજવાળતો રહ્યો છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા લોકોમાં લઘુહરિભદ્ર'ની પ્રસિદ્ધિને પામેલા છે. જીવનના અંત સુધી એમના સાહિત્યસર્જનનું કાર્ય ચાલતું જ રહ્યું છે. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાય પદે આરૂઢ રહીને તેઓશ્રીએ જિનશાસનને જયવંતુ રાખ્યું છે. પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની બહુમુખી પ્રતિભાએ ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હોય તેમ લાગે છે. તેઓશ્રીએ જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, એ બધા ગ્રંથો આજે ઉપલબ્ધ નથી. એમાંથી ઘણાં જ થોડા ગ્રંથો ઉપલબ્ધ થાય છે. આગમ, ન્યાય, પ્રકરણ, યોગ, અધ્યાત્મ, વાદ, કથા, કાવ્ય વગેરે અનેક સાહિત્યની શાખાઓમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. ગુર્જર ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં સ્તવન-સક્ઝાય-રાસ-ટબા વગેરેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004678
Book TitleYogabheda Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy