________________
યોગભેદદ્વાત્રિંશિકા/મ્લોક-૧૧
તો અવ્યવધાનવાળો છે, પરંતુ અલક્ષ્યકાળથી પણ અવ્યવધાનવાળો છે. * ઉત્પાાતિવિષયસૂક્ષ્માતોષનેન - અહીં‘વિ’ થી વ્યય અને ધ્રૌવ્યનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
(૩) ધ્યાનયોગનું સ્વરૂપ :
ભાવનાયોગથી ભાવિત થયેલા યોગીઓ, જ્યારે ભૂમિકા સંપન્ન થાય ત્યારે ધ્યાનમાં યત્ન કરે છે, તે વખતે ત્રીજા પ્રકારનો ધ્યાનયોગ પ્રગટે છે. આ ધ્યાનમાં ઉપયોગ કેવો હોય છે ? તે કહે છે .
૩૭
સ્થિરપ્રદીપસદંશ ધારાલગ્ન જ્ઞાનરૂપ ઉપયોગ :
ધ્યાનમાં ઉપયોગ સ્થિર પ્રદીપ જેવો હોય છે અને ધારાલગ્ન જ્ઞાનરૂપ હોય છે અર્થાત્ પ્રથમ દર્શનનો ઉપયોગ પછી જ્ઞાનનો ઉપયોગ, એ પ્રકારના ઉપયોગનો પ્રવાહ નથી હોતો, પરંતુ દર્શન પછી ઉત્તરમાં થયેલો જે જ્ઞાનાંશ અને તે જ્ઞાનાંશ પણ અપાય ઉત્તરભાવી અવિચ્યુતિ અંશરૂપ હોય છે, તેથી અપાયથી થયેલો બોધ અવિચ્યુતિકાળમાં ધારારૂપે ચાલે છે.
એક વિષયને છોડીને અન્ય વિષયનો બોધ થાય તો અન્ય વિષયનું દર્શન થઈને નવું જ્ઞાન પ્રગટે છે, તેથી અવિચ્યુતિરૂપ જ્ઞાનની ધારા તૂટે છે; પરંતુ ધ્યાનમાં અવિચ્યુતિની ધારા ચાલે છે.
આ જ્ઞાનનો ઉપયોગ કેવો હોય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે વિજાતીય પ્રત્યયથી અવ્યવધાનવાળો સૂક્ષ્મ આલોચન સહિત પ્રશસ્ત એકાર્થ બોધ :
-
અવિચ્યુતિરૂપ સ્થિરપ્રદીપસદશ જ્ઞાનનો ઉપયોગ, તે જ્ઞાનના ઉપયોગને વિચ્છેદ કરનારા વિષયાંતરસંચારરૂપ વિજાતીય પ્રત્યયથી અવ્યવધાનવાળો હોય છે.
આશય એ છે કે જે એક પદાર્થવિષયક અવિચ્યુતિરૂપ જ્ઞાનનો ઉપયોગ ચાલે છે, તેને છોડીને અન્ય વિષયમાં ઉપયોગ જાય તો તે જ્ઞાનનો ઉપયોગ વિચ્છેદ પામે; પરંતુ પ્રસ્તુત ધારાલગ્ન જ્ઞાનના ઉપયોગમાં અન્ય વિષયમાં ઉપયોગ જતો નથી. વળી, આ અન્ય વિષયમાં જતો ઉપયોગ ક્વચિત્ લક્ષ્યકાળથી વ્યવધાનવાળો હોય છે અને ક્વચિત્ અલક્ષ્યકાળથી વ્યવધાનવાળો હોય છે. જ્યારે પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org