________________
૩૫
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અચારિત્રભાવમાં લઈ જનાર છે. આ રીતે સૂક્ષ્મ ઊહપૂર્વક ચારિત્રભાવનાથી આત્માને ભાવિત કરવાથી ચારિત્રના દઢ સંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી સહજ રીતે ચારિત્રભાવમાં જઈ શકે છે.
(૪) તપભાવના:- કર્મરહિત થવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે. કર્મોને જે તપાવે તે તપ છે. તેથી આત્મામાં રહેલાં કર્મોને વિઘટન કરવાનું કારણ બને તેવી જીવની પરિણતિ એ તપ છે અને તેવી પરિણતિનો આવિર્ભાવ કરવા માટે બાર પ્રકારનો તપ છે. તે તપના સેવનથી સાધક યોગી કર્મોને દૂર કરીને કર્મરહિત અવસ્થાસ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. આ રીતે સૂમ ઊહપૂર્વક તપભાવનાથી આત્માને ભાવિત કરવાથી તપના દઢ સંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી સહજ રીતે શીધ્ર નિર્જરાને અનુકૂળ તપભાવમાં જવા માટે સમર્થ બને છે.
(૫) વૈરાગ્યભાવના:- બાહ્ય વિષયોથી વિરક્ત રહેવું એ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે. કર્મદોષને કારણે જીવમાં બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષની બુદ્ધિ થાય છે. પરમાર્થથી બાહ્ય પદાર્થનો યોગ જીવમાં કાંઈ અધિકતા કરતો નથી કે બાહ્ય પદાર્થનો વિયોગ જીવમાં કાંઈ ન્યૂનતા કરતો નથી, પરંતુ અવિરક્ત એવું ચિત્ત કર્મદોષથી બાહ્ય પદાર્થોની હાનિ-વૃદ્ધિમાં રતિ-અરતિ કરે છે. તેથી વિરક્તભાવ જીવનું પારમાર્થિકસ્વરૂપ છે. એ રીતે સૂક્ષ્મ બુદ્ધિથી આત્માને ભાવિત કરવાથી વિરક્તભાવના દૃઢસંસ્કારો પડે છે અને તેનાથી સાધક યોગી શીધ્ર વિરક્તભાવમાં જઈ શકે છે.
આ પાંચ પ્રકારની ભાવના ભાવનાયોગવાળા સાધક યોગી કરે છે. તેથી પૂર્વ પૂર્વ કરતાં પટુતર ભાવના તેમનામાં પ્રગટ થાય છે, જેના બળથી ધ્યાનને અનુકૂળ ચિત્તની ભૂમિકા પ્રાપ્ત થાય છે. II૧૦ના અવતરણિકા :
શ્લોક-૧માં પાંચ પ્રકારના યોગના ભેદો બતાવ્યા. શ્લોક-૨ થી ૮માં અધ્યાત્મયોગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૯-૧૦માં ભાવતાયોગનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત ધ્યાનયોગનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org