________________
૨૬
યોગભેદદ્વાચિંશિકા/શ્લોક-૭ અને મૈત્ર્યાદિથી વિરુદ્ધ ઈર્ષ્યાદિ ભાવો પણ તેઓને થતા નથી; પરંતુ તેઓની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે કે યોગ્ય જીવો આવે તો તેમનો ઉપકાર કરે, તે સિવાય સમતાના પરિણામવાળું તેમનું ચિત્ત હોવાને કારણે રાગાદિના સંશ્લેષ વગરના શ્રુતજ્ઞાનના ઉપયોગરૂપ ધ્યાનનો પરિણામ તેમને વર્તતો હોય છે, જે સબોધરૂપ છે; અને આવા અસંગભાવવાળા યોગી સહજ પ્રવૃત્તિથી ધ્યાનમાં વર્તે છે, જેથી તેઓને મૈત્રાદિભાવો કરવાના હોતા નથી કે જીવો પ્રત્યે ઈર્ષ્યાદિ ભાવો થવાનો સંભવ નથી. માત્ર સમ્યગ્બોધરૂપ ઉપયોગવાળું તેમનું ચિત્ત હોય છે, જે ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર જ્ઞાનના પરિણામરૂપ બનતું વીતરાગભાવ તરફ જતું હોય છે. તેવા જીવોને મૈત્રાદિ ભાવનાઓની કોઈ ઉપયોગિતા નથી.
પ્રસ્તુત શ્લોકમાં ષોડશક-૧૩ શ્લોક-૧૧નું જે ઉદ્ધરણ આપ્યું તેનો ભાવ આ પ્રમાણે છે –
જે સાધક યોગીઓ શાસ્ત્રવચનને અનુસરનારા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા હોય, સારા આચારને પાળનારા હોય, એવા યોગીઓ સતત મૈત્યાદિ ભાવોનો અભ્યાસ કરે તો ક્રમસર આ મૈત્યાદિ ભાવો તેમનામાં અત્યંત પરિણમન પામે છે; અને જેમનામાં મૈત્રાદિ ભાવો અત્યંત પરિણમન પામેલા છે, તેવા યોગીઓ જિનવચનાનુસાર તત્ત્વનું ચિંતન કરતા હોય ત્યારે તેમનું ચિત્ત સંવેગવાળું બને છે, અને તેવા ચિત્તને યોગના જાણનારાઓ અધ્યાત્મ કહે છે. પ્રસ્તુત શ્લોકમાં પતંજલિની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે –
સુખી જીવોમાં મૈત્રી કરવાની છે, દુઃખી જીવોમાં કરુણા કરવાની છે, પુણ્યશાળી જીવોમાં મુદિતા કરવાની છે અને પુણ્યરહિત અધર્મી જીવોમાં ઉપેક્ષા કરવાની છે. આ પ્રકારની ભાવના કરવાથી જીવમાં ઈર્ષ્યાદિ ભાવોનો નાશ થાય છે, તેનાથી ચિત્ત પ્રસન્ન બને છે અર્થાત્ કાલુષ્ય વગરનું બને છે, તેવું પ્રસન્ન ચિત્ત અધ્યાત્મની પ્રાપ્તિમાં ઉપયોગી છે. આગા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org