________________
યોગભેદસ્વાત્રિશિકા/સંકલના પણ યથાયોગ્ય અવતાર પામે છે તે વાત શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
નયવિશેષને અવલંબીને કેટલાક વૃત્તિનિરોધને યોગરૂપે સ્વીકારે છે અને અધ્યાત્માદિ ચારને યોગરૂપે સ્વીકારતા નથી, પરંતુ યોગના ઉપાયરૂપે સ્વીકારે છે. તે કથન નથવિશેષથી ઈષ્ટ હોવા છતાં એકાંતે તેમ માનવું ઉચિત નથી, પરંતુ શાસ્ત્રમર્યાદા પ્રમાણે પાંચમા ગુણસ્થાનકથી પ્રારંભ થતા અધ્યાત્માદિ યોગોને પણ યોગ માનવા ઉચિત છે અને પાંચમા ગુણસ્થાનકથી પૂર્વના જીવોની ધર્મની પ્રવૃત્તિને યોગની પૂર્વસેવારૂપે કહેવી ઉચિત છે, તે વાત શ્લોક-૩૧માં બતાવેલ છે.
સંપૂર્ણ યોગમાર્ગનો ફલિતાર્થઃ અધ્યાત્માદિ પાંચ યોગો ભગવાનના વચનને પરતંત્ર યોગમાર્ગના સેવનરૂપ હોવાથી અમૃતઅનુષ્ઠાનરૂપ છે, તેથી શીઘ્ર મોક્ષનું કારણ છે, એ વાત ગ્રંથકારશ્રીએ શ્લોક-૩૨માં બતાવેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતા કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડું માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા.
વિ. સં. ૨૦૬ર, મહા સુદ-૧૩, શુક્રવાર, તા. ૧૦-૨-૨૦૦૬, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org