SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૩ नैतदात्मक्रियाभावे यतः स्वफलसाधनम् ।। અત: પૂર્વોત્તમૈવેદ ન્નક્ષM તાત્ત્વિવં તયો:” | કૃત્તિ द्वारत्वेन व्यापारत्वेन च गौणत्वमुच्यमानं, उभयत्र-यत्ने कर्मणि च, न दुर्वचं, ऐहिकयत्नस्य कर्मव्यापारत्ववत् प्राग्भवीयकर्मणोऽपि प्राग्भवीययत्नव्यापारत्वाविशेषादिति भावः ।।१३।। ટીકાર્ય : મવાન્તરવું . વિતિ ભાવ: | ભવાત્તરીયપૂર્વભવથી અજિત એવું, ત—તે કર્મ–દેવ, એહિક વાણિજ્ય-રાજસેવાદિ કર્મ વિતા ક્રિયા વિના, ધનપ્રાપ્તિ વગેરે કાર્યને કરતું નથી. આથી અવય-વ્યતિરેક અવિશેષ હોવાને કારણે ધનપ્રાપ્તિ આદિ કાર્ય પ્રત્યે, દૈવ અને વાણિજ્ય-રાજસેવાદિરૂપ પુરુષકારનો, અવય-વ્યતિરેક સમાન હોવાને કારણે પોર્વ-દૈહિક એવા દૈવની જેમ એફિક એવા કર્મનું પણ યત્નનું પણ, કાર્યહેતુપણું છે. એથી બંનેનું દેવ અને પુરુષકાર બંનેનું, અન્યોન્ય અપેક્ષપણું જ છે= એકબીજાની અપેક્ષા રાખીને કાર્યનું હેતુપણું જ છે. તે કહેવાયું છે. શ્લોક-૧૨ના ઉત્તરાર્ધમાં અને શ્લોક-૧૩ન્ના પૂર્વાર્ધમાં જે કહેવાયું, તે યોગબિંદુ શ્લોક-૩૨૫-૩૨૬માં કહેવાયું છે. “માત્મકૃતંત્રમિથ્યાત્વાદિ હેતુ વડે જીવથી કરાયેલું, પૌર્વદૈહિક એવું જે કર્મ તે દૈવ જાણવું. વળી જે અહીં=આ ભવમાં, બીજું કરાય છે=વાણિજ્ય-રાજસેવાદિ કરાય છે (ત=૩) પુરુષકાર કહેવાયેલો છે.” (યોગબિંદુ શ્લોક-૩૨૫) “આ=કર્મ પૂર્વભવનું અજિત દેવ, આત્મક્રિયાના અભાવમાં=આ ભવના વાણિજ્યરાજસેવાદિ વ્યાપારરૂપ આત્મક્રિયાના અભાવમાં, જે કારણથી સ્વફળનું સાધન નથી–દૈવના ફળરૂપ ધનપ્રાપ્તિ આદિનું કારણ નથી, આથી અહીં–દેવ અને પુરુષકારના પ્રક્રમમાં, તે બંનેનું દેવ અને પુરુષકાર બંનેનું, પૂર્વમાં કહેલું લક્ષણ તાત્ત્વિક જાણવું–દેવ અને પુરુષકાર બંને પરસ્પરની અપેક્ષા રાખીને કાર્ય કરે છે, એમ પૂર્વમાં જે કહ્યું તે સ્વરૂપ તાત્ત્વિક જાણવું.” (યોગબિંદુ શ્લોક-૩૨૬) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy