SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨ ૪૩ યોગબિંદુના ઉદ્ધરણના શ્લોક-૩૨૨માં દૈવનું સ્વરૂપ શું છે ? તે બતાવ્યું, અને શ્લોક-૩૨૩માં પુરુષકારનું સ્વરૂપ શું છે ? તે બતાવ્યું; અને તેમાં બતાવ્યું કે કોઈક સ્થાનમાં પુરુષકાર વ્યાપારબહુલ હોય છે, પછી આ ભવનો પુરુષકાર વ્યાપારબહુલ ન હોય તો જન્માંતરમાં પણ આ ભવના ફળનો હેતુ એવો પુરુષકાર વ્યાપારબહુલ હોય છે. તેથી આ ભવમાં અલ્પ આયાસથી જ્યાં ફળ મળે છે, ત્યાં પણ જન્માંતરમાં કરેલો પુરુષકાર વ્યાપારબહુલ હોય છે; અને યોગબિંદુ શ્લોક-૩૨૪નાં પૂર્વાર્ધમાં ‘આ રીતે સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર પરસ્પર સંલગ્ન છે,' તે બતાવ્યું. II૧૧॥ અવતરણિકા : “દેવના ઉત્કર્ષથી ફ્ળનો ઉત્કર્ષ દેખાતો હોવાથી દૈવ જ કાર્ય પ્રત્યે હેતુ છે' આવું માનનારાઓનું વ્યવહારનયવાદીએ શ્લોક-૧૧માં નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે ‘સર્વત્ર દૈવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષા રાખીને કાર્ય કરનારા છે.' વળી સાંખ્યમતવાળા પુરુષને નિષ્ક્રિય માને છે અને જગતનાં તમામ કાર્યો પ્રત્યે કર્મને જ કારણ કહે છે. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે - શ્લોક ઃ कर्मेव ब्रुवते केचित् कालभेदात् फलप्रदम् । तन्नैहिकं यतो यत्नः कर्म तत्पौर्वदेहिकम् ।।१२।। અન્વયાર્થઃ ચિત્ કેટલાક=સાંખ્યો તમેવા કાળના ભેદથી મવ=કર્મ જ તપ્રવક્= ફળને દેનારું ઘ્રુવતે=કહે છે તન્ન=તે બરાબર નથી. યતઃ=જે કારણથી પેિ ધર્મ=ઐહિક કર્મ યત્ન =યત્ન યત્ન કહેવાય છે, પોર્વવેદિ=પૂર્વદેહથી ઉત્પન્ન થયેલું એવું તત્=d=તે કહેવાય છે=કર્મ કહેવાય છે. ||૧૨૦ શ્લોકાર્થ : કેટલાક=સાંખ્યો, કાળના ભેદથી કર્મ જ ફળને દેનારું કહે છે, તે બરાબર નથી; જે કારણથી ઐહિક કર્મ યત્ન કહેવાય છે, પૂર્વદેહથી ઉત્પન્ન થયેલું તે=કર્મ કહેવાય છે. II૧૨સા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy