SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાબિંશિકા/શ્લોક-૭ પ્રકારનો પણ વ્યવહાર થાય છે તે સંગત થાય નહીં. તેથી આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકૃત નથી, એ પ્રકારનો વ્યવહાર સંગત કરવા માટે કુર્ઘદ્રપત્વવાળા કારણને જ કારણ સ્વીકારવું જોઈએ, એ પ્રમાણે નિશ્ચયનયવાદી વ્યવહારનયવાદીને દોષ આપે છે. તેનું નિરાકરણ કરતાં વ્યવહારનયવાદી કહે છે -- અને “આ દેવકૃત છે પુરુષકારકૃત નથી' રૂત્યત્ર એ પ્રકારના વ્યવહારમાં, ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે અર્થાત્ “ર પુરુષારતમ્'= પુરુષકારકૃત નથી એ વચનનો સર્વથા પુરુષકારનો અભાવ વિષય નથી, પરંતુ ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે, એથી કોઈ દોષ તથી વ્યવહારનયવાદીને ‘આ દેવકૃત છે, પુરુષકાર કૃત નથી' એ પ્રકારનો વ્યવહાર સંગત કરવા માટે કુવૈદ્ર૫ત્વને કારણ માનવાની આપત્તિ આવશે, એ પ્રકારનો કોઈ દોષ નથી, એ પ્રકારનો અર્થ છે. પાછા ભાવાર્થ - વ્યવહારનયથી દેવ અને પુરુષકારના ગૌણ-મુખ્ય ભાવનું સ્વરૂપ : જેમ કોઈ જીવ મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્કટ એવા દેવ વડે કરાયેલું સ્ત્રીશરીરરૂપ કાર્યને જોઈને લોકો કહે છે, “આ સ્ત્રીશરીર દેવકૃત છે.” વળી કોઈ પુરુષ ઉત્કટ પ્રયત્નથી કોઈ કાર્ય સાધતો હોય ત્યારે “આ કાર્ય યત્નકૃત છે તેમ લોકો કહે છે. આનાથી એ ફલિત થયું કે ઉત્કટ સ્વતત્વનું જ્ઞાન પ્રત્યેકજન્યત્વના અભિલાપનું પ્રયોજક છે, જેમ ઉત્કટ દૈવકૃતત્વનું જ્ઞાન દેવકૃતત્વના અભિલાપનું પ્રયોજક છે અથવા અનુત્કટ અન્યતત્વનું જ્ઞાન પ્રત્યેકજન્યત્વના અભિલાપનું પ્રયોજક છે, જેમ અનુત્કટ પુરુષકારકતત્વનું જ્ઞાન દેવકૃતત્વના અભિલાપનું પ્રયોજક છે. તેથી ક્યારેક જે કારણ ઉત્કટ હોય તેની ઉપસ્થિતિ થવાથી તજ્જન્યત્વનો સ્વીકાર કરીને વ્યવહાર થાય છે, તો ક્યારેક જે કારણ અનુત્કટ હોય તેની ઉપસ્થિતિ થવાથી ત અન્યજન્યત્વનો સ્વીકાર કરીને વ્યવહાર થાય છે. આ રીતે વ્યવહારનયવાદીએ સર્વકાર્ય ઉભયકૃત છે, એમ સ્થાપન કરીને ઉત્કટ-અનુત્કટને આશ્રયીને દેવકૃત કે પુરુષકારકૃતના વ્યવહારની સંગતિ બતાવી. ત્યાં નિશ્ચયનયવાદી કહે કે વ્યવહારમાં ક્વચિત્ “આ કાર્ય દેવકૃત છે, પુરુષકારકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy