________________ 46 ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૯ (2) સ્થાન - ચિત્તનું અકર્મપણું. કોઈ યોગી મહાત્માને યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી હોય અને તે મહાત્માને વ્યાધિઓ પણ ન હોય આમ છતાં ચિત્તમાં જડતા વર્તતી હોય તો ચિત્ત યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા માટે સમર્થ બને નહિ, કદાચ તે મહાત્મા ચૂલથી કોઈ યોગવિષયક પ્રવૃત્તિ કરે તો પણ તેમનું ચિત્ત યોગમાર્ગની પ્રવૃત્તિમાં સમ્ય પ્રવર્તન થઈ શકે નહિ, તેનું કારણ તેમના ચિત્તની સ્થાનતા=જડતા, છે અને ઈશ્વરના જપથી તે જડતા દૂર થાય તો યોગી યોગમાર્ગમાં સમ્યક્ પ્રવૃત્તિ કરી શકે છે. (3) સંશય :- ઉભયકોટિના આલંબનવાળું જ્ઞાન સંશય છે. કોઈ યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે આ યોગમાર્ગની પ્રવૃત્તિ મારાથી સાધ્ય છે કે નહિ ? તેવો સંશય થાય તો પોતાને અભીષ્ટ એવા યોગમાર્ગમાં દઢ પ્રવૃત્તિ થાય નહિ, તેથી સંશય યોગમાર્ગની પ્રવૃત્તિમાં અંતરાયરૂપ છે અને ઈશ્વરના જપથી નિર્મળ થયેલા ચિત્તથી સંશય આપાદક કર્મો દૂર થાય છે, તેથી સ્વભૂમિકા અનુસાર આ યોગમાર્ગ મારાથી સાધ્ય છે તેવો નિર્ણય કરીને યોગી યોગમાર્ગમાં દૃઢ પ્રવૃત્તિ કરી શકે છે. (4) પ્રમાદ - અનવધાનતા એ પ્રમાદ છે અર્થાત્ સમાધિના સાધનોમાં દાસીન્ય એ પ્રમાદ છે. કોઈ યોગી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં હોય તોપણ ચિત્તમાં પ્રમાદ વર્તતો હોય તો તે યોગમાર્ગના સેવનકાળમાં તે યોગમાર્ગના સેવનથી ચિત્તમાં જે સમાધિ પ્રગટ કરવાની છે તેને અનુકૂળ એવા માનસવ્યાપારરૂપ સાધનમાં ઔદાસીન્ય વર્તે છે, તેથી લક્ષ્યના અવધાનપૂર્વક યોગની ક્રિયા થતી નથી, માટે પ્રમાદ એ યોગમાર્ગની પ્રવૃત્તિમાં અંતરાયરૂપ છે અને ઈશ્વરના જપથી ચિત્ત નિર્મળ બને તો તે પ્રમાદ દૂર થાય અને અવધાનપૂર્વક યોગમાર્ગની પ્રવૃત્તિ યોગી કરી શકે છે. (5) આલસ્ય :- કાયા અને ચિત્તનું જડપણું એ આળસ છે. યોગના અર્થી જીવોમાં પણ કાયા અને ચિત્તનું જડપણું હોય છે. તે આળસ યોગવિષયક પ્રવૃત્તિના અભાવનો હેતુ છે, તેથી યોગનિષ્પત્તિના અર્થી જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org