________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસનાનું સ્વરૂપ :
બીજા પ્રકારની આ કર્મવાસના ચિત્તભૂમિમાં અનાદિકાળથી સંચિત છે, અને જે જે પ્રકારે પાકને પામે છે, તે તે પ્રકારના ગુણ-પ્રધાનભાવથી રહેલી એવી તે વાસના જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ કાર્યનો આરંભ કરે છે.
આશય એ છે કે, સંસારી જીવો જે કૃત્યો કરે છે તે વાસનારૂપે ચિત્તભૂમિમાં સંચિત રહે છે, અને જે જે પ્રકારે તે કર્મવાસના પાકને=ઉદયને, પામે છે તે તે પ્રકારે જીવમાં કેટલીક વાસના ગૌણભાવથી અને કેટલીક વાસના પ્રધાનભાવથી રહેલી છે, અર્થાત્ જે ઉદયમાં આવે છે તે પ્રધાનભાવથી રહેલી છે, અને જે ઉદયમાં આવેલી નથી તે ગૌણભાવથી રહેલી છે. તે વાસનારૂપ કર્મને કારણે જીવને તે તે ભવમાં તે જાતિ, તે આયુષ્ય અને તે ભોગરૂપ કાર્યની પ્રાપ્તિ થાય છે, અને આગજાતિ, આયુષ્ય અને ભોગફળવાળી વાસના એ, કર્ભાશયનું ફળ જાત્યાદિ વિપાક છે અર્થાત્ સંસારીજીવો જે જે કૃત્યો કરે છે તે કૃત્યોના આત્મા ઉપર કર્ભાશયરૂપ સંસ્કારો પડેલા હોય છે, અને તે સંસ્કારનું ફળ તે જીવને જાતિ આદિના વિપાકરૂપે પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે પાતંજલમતાનુસાર ક્લેશ, કર્ભાશય અને વિપાકઆશયનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. હવે તે ક્લેશ, કર્ભાશય અને વિપાકઆશયથી નહિ સ્પર્શાવેલા એવા ઈશ્વર છે, અન્ય જીવો નથી તે સ્પષ્ટ કરતાં કહે છે – પાતંજલમતાનુસાર ક્લેશાદિના સ્પર્શ વગરના ઈશ્વરનું સ્વરૂપ :
જોકે પાતંજલમતાનુસાર સર્વ જીવો અપરિણામી છે અર્થાત્ કૂટસ્થ નિત્ય છે, તેથી ક્લેશાદિનો સ્પર્શ કોઈ જીવને નથી, તોપણ જે જીવો સંસારમાં છે તે જીવોના ચિત્તગત ક્લેશાદિ હોય છે, અને તે ક્લેશાદિ ચિત્તગત હોવા છતાં સંસારી જીવોમાં છે, તેમ ઉપચાર કરાય છે. જેમ- કોઈ રાજાના સૈનિકો કોઈ બીજા રાજા સાથે યુદ્ધ કરે અને તે જય પામે કે પરાજય પામે, તો તે રાજા જીત્યો કે તે રાજા પરાજય પામ્યો તેમ કહેવાય છે. વસ્તુતઃ તે રાજાએ યુદ્ધ કર્યું નથી, પરંતુ તેના યોદ્ધાઓએ યુદ્ધ કર્યું છે અને યોદ્ધાઓ જય કે પરાજય પામ્યા છે, તોપણ તે જય કે પરાજયનો ઉપચાર રાજામાં કરાય છે. તેમ સંસારી જીવોના ચિત્તમાં જે ક્લેશાદિ થાય છે, તે ક્લેશાદિના ઉપચાર તે સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org