________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા/પ્રસ્તાવના ભાગ્ય વગર કયા મૂલ્યથી યાચના કરેલા પદાર્થની પ્રાપ્તિ થાય અર્થાતુ નહિ થાય=ધર્મની બાબતમાં પ્રમાદી અને માત્ર યાચના કરનાર જીવોને મોક્ષમાં ગયેલા સિદ્ધના જીવો કે, તીર્થકરના જીવો કોઈ અનુગ્રહ કરતા નથી, પરંતુ તીર્થકરોએ આપેલો જે મોક્ષમાર્ગ છે તેને સમ્યક સેવવાથી જ ભગવાનનો અનુગ્રહ થાય છે, તે કારણથી ભગવાનના અનુગ્રહથી મારા કલ્યાણની પ્રાપ્તિ છે એ પ્રકારે માનનારા પુરુષોએ સ્વામીના ગુણના રાગપૂર્વક પરમાનંદથી અત્યંત ઉત્સાહથી, ભગવાને બતાવેલ અનુષ્ઠાન સમ્યક સેવવું જોઈએ. એ પ્રમાણે શ્લોક-૩૧/૩૨માં પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ બતાવેલ છે.
આ રીતે ૧૬મી ઈશાનુગ્રહવિચાર’ બત્રીશીમાં કહેલા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. તે અંગે વિશેષ સમજ સંક્ષિપ્ત સંકલન, વિષયાનુક્રમણિકા વાંચવાથી પ્રાપ્ત થશે, અને ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે.
અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવિણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૧૬મી ઈશાનુગ્રહવિચારબત્રીશી'ના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધ “મિચ્છા મિ દુક્કડ' માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું.
આ બત્રીશીની સંકલનાનો પદાર્થની દૃષ્ટિએ સંશોધન કરવામાં શ્રુતપ્રેમી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાનો અમૂલ્ય ફાળો છે અને તેઓને પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના અધ્યયન-અધ્યાપન કરાવવા દ્વારા સ્વાધ્યાયની અમૂલ્ય તક સાંપડે છે તે બદલ ધન્યતાની લાગણી અનુભવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org