________________
૧૦૮
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯
ઉચ્છેદ માટે સમર્થ બને છે, તે તેમના ઉપર ઈશ્વર એવા તીર્થંકરોનો અનુગ્રહ છે; કેમ કે જેમ જેમ તીર્થંકરનું વચન તેમને પરિણમન પામે છે તેમ તેમ તેઓ સંસા૨થી પર થઈને તીર્થંકર તુલ્ય સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ નજીક બને છે.
સ્યાદ્વાદન્યાયસંગત સમ્યગ્ આચરણા કહેવાથી એ પ્રાપ્ત થાય કે, ભગવાને કોઈપણ આચરણા આ આમ જ કરવી એ પ્રમાણે વિધાન કરેલ નથી, પરંતુ પુરુષ, કાળ, પુરુષની શક્તિ વગેરે સર્વની વિચારણા કરીને જે પ્રવૃત્તિથી તેનું હિત થાય તે પુરુષને તે પ્રવૃત્તિ કરવાનું કહેલ છે. આથી જ ભગવાનનું વચન ઉત્સર્ગ-અપવાદમય છે તેથી જે પુરુષ ભગવાનના વચનને ઉચિત રીતે યોજન કરીને તે વચન અનુસાર જે આચરણા કરે તે સ્યાદ્વાદન્યાયસંગત કહેવાય. દૃષ્ટ-ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રવચનનું તાત્પર્ય :
દૃષ્ટઅવિરોધી શાસ્ત્રવચન ઃ- શાસ્ત્રનું વચન દૃષ્ટ-ઇષ્ટ અર્થને અવિરોધી કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, જે શાસ્ત્રવચનો દેખાતા અનુભવથી વિરોધવાળા ન હોય તેવા અર્થને કહે તે દૃષ્ટઅવિરોધી શાસ્ત્રવચન છે.
-
જેમ – આત્માને પરિણામી કહે છે તે દૃષ્ટથી સર્વને પ્રતીત છે કે પોતાનો આત્મા પ્રતિક્ષણ નવા નવા પરિણામ પ્રાપ્ત કરે છે અને તે સર્વ પરિણામોમાં પોતે અનુગત છે, આથી જ જે હું ‘બાળ' હતો તે જ હું ‘યુવા' છું એવી સર્વજનને પ્રતીતિ થાય છે, તેથી આત્માને પરિણામી સ્વીકારવાથી દૃષ્ટથી બાધા આવતી નથી.
ઇષ્ટઅવિરોધી શાસ્ત્રવચન :- જીવને ઇષ્ટ સર્વકદર્થના રહિત એવો મોક્ષ છે અને તે મોક્ષને કહેનારા જે શાસ્ત્રવચનો છે તે ઇષ્ટ એવા મોક્ષના સાધક હોવાથી ઇષ્ટ છે અને ઇષ્ટ એવા શાસ્ત્ર વચનોમાં પરસ્પર ક્યાંય વિરોધ ન હોય તેવા સાપેક્ષ વચનો જે શાસ્ત્રમાં હોય તે ઇષ્ટઅવિરોધી શાસ્ત્રવચન કહેવાય.
જેમ – મોક્ષના અર્થે વિધિ-નિષેધો કહ્યા પછી તે વિધિ-નિષેધના અર્થ સાથે વિરોધ આવે તેવી કોઈ આચરણા ભગવાનના શાસ્ત્રમાં નથી માટે સર્વજ્ઞનું વચન ઇષ્ટઅવિરોધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org