________________
૧૦૪
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૭ થાય છે તે શાબ્દબોધમાં અસ્પષ્ટતા છે, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન જેવી સ્પષ્ટતા નથી, આથી જ ચૌદ પૂર્વધરો પણ યોગમાર્ગને સામાન્યથી જોનારા છે, પરંતુ કેવલીની જેમ વિશેષથી જોનારા નથી. આમ છતાં જેમ અંધપુરુષો હાથના સ્પર્શથી આ ઘટ છે, આ પટ છે, તેમ નિર્ણય કરીને ઉચિત વ્યવહાર કરે છે, તેમ શાસ્ત્રના પરમાર્થને જાણનારા મહાત્માઓ અતીન્દ્રિય એવા યોગમાર્ગમાં શાસ્ત્રવચનથી પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રથી જે શાબ્દજ્ઞાન થાય છે તે શાબ્દજ્ઞાનમાં માધ્યચ્ય નીતિથી વિચારણા કરવી આવશ્યક છે અને તે વિચારણા ઉચિત તર્કથી થઈ શકે છે; કેમ કે તર્ક પ્રમાણનો અનુગ્રાહક છે.
આશય એ છે કે, આત્મા સર્વવ્યાપી છે કે દેહવ્યાપી છે, ઈશ્વર અનાદિશુદ્ધ છે કે સાદિશુદ્ધ છે, યોગમાર્ગના સેવનથી અપનેય એવું કર્મ રૂપી છે કે અરૂપી છે, તેનો નિર્ણય ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોના વચનથી થઈ શકતો નથી; કેમ કે તે વિષયમાં સર્વદર્શનકારોનો વિવાદ વર્તે છે, તે વખતે તર્કથી વિચારવામાં આવે કે, સર્વદર્શનકારો મોક્ષનો ઉપદેશ આપે છે અને તેના ઉપાયરૂપે યોગમાર્ગનું સેવન કહે છે, યોગમાર્ગના સેવનથી ભવનું કારણ એવું કર્મ અપનેય છે આ પ્રમાણે કહે છે. આમ છતાં આત્માને પરિણામી માનતા નથી અને દેહથી આત્માને એકાંતે ભિન્ન માને છે, તેમના મતે અનુપચરિત એવો સંસાર અને અનુપચરિત એવો મોક્ષ સંગત થાય નહિ. તેથી કયું દર્શન અનુભવને અનુરૂપ આત્માદિ પદાર્થો બતાવે છે અને કયા દર્શનના વચનાનુસાર સંસાર અને મોક્ષની સંગતિ થાય તેની પરીક્ષા તર્કથી થાય છે, અને તે પરીક્ષા કર્યા પછી જે દર્શન આત્માને પરિણામી સ્વીકારતું હોય, જે દર્શનના સર્વ વચનો મોક્ષને અનુકૂળ અને સંસારના ઉચ્છેદને અનુકૂળ હોય તે દર્શનકારના વચનથી આત્મા, ઈશ્વર અને કર્મવિષયક વિશેષ નિર્ણય પણ થઈ શકે છે, અને તર્કથી વિચારીને તે દર્શનના વચનથી શાબ્દબોધ કરવામાં આવે તો તે શાબ્દબોધમાં અસ્પષ્ટતા હોવા છતાં દંપર્યની શુદ્ધિ પ્રાપ્ત થાય છે, તે ઔદંપર્યની શુદ્ધિ સર્વજ્ઞના જ્ઞાન જેવી સ્પષ્ટતાવાળી નહિ હોવા છતાં છદ્મસ્થ અવસ્થામાં સંભવે તેવી સ્પષ્ટતાતુલ્ય છે, આથી જ જેઓ મધ્યસ્થ બુદ્ધિથી કયું શાસ્ત્ર સર્વજ્ઞ કથિત છે, તેનો નિર્ણય કરીને અને સર્વજ્ઞના વચનાનુસાર ઈશ્વરને અનાદિશુદ્ધ કેમ ન માનવો અને સાદિશુદ્ધ કેમ માનવો તેનો તર્કથી નિર્ણય કરે તો ઈશ્વર સાદિશુદ્ધ છે તેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org