________________
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથની ‘ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા ઃ
વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા જૈનધર્મના ૫રમપ્રભાવક, જૈનદર્શનના મહાન દાર્શનિક, મહાન તાર્કિક, ષડ્દર્શનવેત્તા અને ગુજરાતના મહાન જ્યોતિર્ધર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા – જેઓ એક જૈન મુનિવર હતા. યોગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘે સમર્પિત કરેલા, ઉપાધ્યાપદના બિરુદથી ‘ઉપાધ્યાયજી’ બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ ‘વિશેષ' નામથી જ ઓળખાય છે, પણ આમના માટે થોડી નવાઈની વાત એ હતી કે જૈન સંઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ પણ ‘વિશેષણ'થી વિશેષ ઓળખાતા હતા. “ઉપાધ્યાયજી મહારાજ આમ કહે છે, આ તો ઉપાધ્યાય મહારાજનું વચન છે” આમ ‘ઉપાધ્યાયજી'થી શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું જ ગ્રહણ થતું હતું. આવી ઘટનાઓ વિરલ વ્યક્તિ માટે બનતી હોય છે. એઓશ્રી માટે તો આ બાબત ખરેખર ગૌરવાસ્પદ છે.
વળી તેઓશ્રીના વચનો માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિ૨લ બાબત છે. એમની વાણી, વચનો કે વિચારો ‘ટંકશાલી’ એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજી મહારાજની શાખ એટલે ‘આગમશાખ’ અર્થાત્ શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. આમ શ્રીજિનશાસનના ગગનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સર્વત્ર પ્રસિદ્ધિને પામેલા મહાપુરુષ છે. ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' : ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા :
સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org