________________
૭૩
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૦
(૩) અનધિગમનું દૃષ્ટાંત :- વળી કેટલાક પુરુષો ચક્ષુહીન હોય છે. તેઓને ચિત્રના સૌંદર્યનો બોધ જ થઈ શકતો નથી.
આ ત્રણ પ્રકારના પુરુષોમાં પ્રથમ પ્રકારના પુરુષને કોઈ સુંદર ચિત્ર બતાવવામાં આવે ત્યારે તેને ચિત્રના સૌંદર્યમાં સંશય થતો નથી; કેમ કે તેને ચિત્રના સૌંદર્યની પરખ છે. ત્રીજા પ્રકારના પુરુષને પણ ચિત્રનું આ રૂપ શ્રેષ્ઠ છે કે નહીં ? એવો સંશય થતો નથી; કેમ કે અંધ હોવાથી તેને રૂપની જ અસિદ્ધિ છે=રૂપ દેખાવાનું જ નથી. પરંતુ બીજા પ્રકારના પુરુષને ચિત્રને જોઈને “આ ચિત્ર શ્રેષ્ઠ છે કે નહીં ?' તેવો સંશય થઈ શકે છે; કેમ કે તે ચિત્ર પારખવામાં નિપુણ નથી.
આ રીતે અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં પણ જેમ પ્રથમ પુરુષને ચિત્રના સૌંદર્યમાં સંશય થતો નથી, તેમ માર્ગાનુસારી બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિને સંશય થતો નથી, પરંતુ પોતાની નિર્મળ પ્રજ્ઞાને કારણે કષ-છેદ-તાપથી શુદ્ધ એવા સર્વજ્ઞના વચનને ગ્રહણ કરીને તે પ્રમાણે પદાર્થનો યથાર્થ બોધ કરે છે, તેથી તેને અતીન્દ્રિય પદાર્થોનો સુખે બોધ થાય છે.
વળી સૂક્ષ્મ પ્રજ્ઞા નહીં હોવાને કારણે કેટલાક માર્ગાનુસારી બુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ જીવને પણ ક્યારેક મિથ્યાત્વના ઉદયથી દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ એવા ધર્માધર્માદિમાં શંકા થાય છે, તે મહાઅનર્થને કરનારી છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થોમાં થયેલી શંકાનું જો નિવર્તન ન થાય તો યોગમાર્ગની પ્રવૃત્તિ શિથિલ થાય છે, તેથી પરલોકનું હિત સાધી શકાતું નથી.
વળી ત્રીજા પ્રકારના પુરુષો કે જેઓ પરલોકની વિચારણા કરવામાં અંધ જેવા છે, તેઓ માત્ર આલોકના સુખનો જ વિચાર કરે છે, ક્વચિત્ પરલોકની પ્રવૃત્તિ કરે તોપણ ભૌતિક સુખ માટે કરે છે, તેવા અંધ પુરુષને વિચિકિત્સા થતી નથી; કેમ કે તત્ત્વને જોનારી ચક્ષુથી રહિત હોવાને કારણે તેઓ તત્ત્વને લેશ પણ જોઈ શકતા નથી. જેમ ચક્ષુહીન પુરુષ રૂપને લેશ પણ જોતો નથી તેથી તેને રૂપમાં સંશય થતો નથી, તેમ અંધ પુરુષ જેવા ગાઢ મિથ્યાષ્ટિ જીવને તત્ત્વમાર્ગમાં સંશય થતો નથી, પરંતુ બોધનો જ અભાવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org