________________
અપુનબંધક દ્વાત્રિંશિકા/શ્લોક-૧૯
અન્વયાર્થ ઃ
તત્=આ=ભિન્નગ્રંથિને ભાવથી યોગ છે એ પ્રમાણે શ્લોક-૧૬માં કહેવાયું એ, નિશ્ચયવૃત્ત્વવ=નિશ્ચયવૃત્તિથી જ છે=પરમાર્થવૃત્તિથી જ છે, ય=જે કારણથી શાસ્ત્રસંજ્ઞિનઃ=શાસ્ત્રસંન્નીને-શાસ્ત્રસંજ્ઞાવાળા એવા સમ્યગ્દષ્ટિને ત્રિધા=ત્રણ પ્રકારે શુદ્ધાવનુષ્ઠાના શુદ્ધ અનુષ્ઠાનથી સભ્ય પ્રત્યયવૃત્તિતઃ= સમ્યક્ પ્રત્યય દ્વારા વૃત્તિ અર્થાત્ પ્રવૃત્તિ હોવાથી યો=યોગ છે. ।।૧૯।। શ્લોકાર્થ :
આ=ભિન્નગ્રંથિને ભાવથી યોગ છે એ પ્રમાણે શ્લોક-૧૬માં કહેવાયું એ, પરમાર્થવૃત્તિથી જ છે, જે કારણથી શાસ્ત્રસંજ્ઞાવાળા એવા સમ્યગ્દષ્ટિને ત્રણ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાનથી સમ્યક્ પ્રત્યય દ્વારા પ્રવૃત્તિ હોવાથી યોગ છે. ।।૧૯।
૬૫
ટીકા :
एतदिति एतद्यदुक्तं भिन्नग्रन्थेरेव भावतो योग इति निश्चयवृत्त्यैव= परमार्थवृत्त्यैव, न तु कल्पनया यद् = यस्माद्, शास्त्रेणैव संज्ञी तद्विना त्वसंज्ञिवत् क्वाप्यर्थेऽप्रवर्तमानो यस्तस्य, त्रिधा वक्ष्यमाणैस्त्रिभिः प्रकारैः शुद्धाद् - निरवद्यात्, = अनुष्ठानाद्=आचारात्, सम्यक् प्रत्ययेन = आत्मगुरुलिङ्गशुद्ध्या, वृत्तिः= स्वकृतिसाध्यताद्यभ्रान्तविश्वासेन प्रवृत्तिः, ततो [ योगो] भवतीति ।। १९ ।।
ટીકાર્ય :
एतद्यदुक्तं ભવતીતિ ।। આ=ભિન્નગ્રંથિને જ ભાવથી યોગ છે એ પ્રમાણે જે કહેવાયું એ=શ્લોક-૧૬માં કહેવાયું એ, નિશ્ચયવૃત્તિથી જ છે= પરમાર્થવૃત્તિથી જ છે, પરંતુ કલ્પનાથી નથી, ય=જે કારણથી, શાસ્ત્ર દ્વારા જ સંજ્ઞી, અને તેના વિના=શાસ્ત્ર વિના, અસંજ્ઞીની જેમ, કોઈપણ અર્થમાં અપ્રવર્તમાન એવા તેને, ત્રણ પ્રકારે શુદ્ધ=નિરવદ્ય, અનુષ્ઠાનથી= આચારથી, સમ્યક્ પ્રત્યય વડે=આત્મા, ગુરુ અને લિંગની શુદ્ધિ દ્વારા વૃત્તિ=સ્વકૃતિસાધ્યતાદિ અભ્રાન્ત વિશ્વાસ વડે પ્રવૃત્તિ છે, તે કારણથી યોગ છે. ‘રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિ સૂચક છે. ।।૧૯।।
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org