________________
૬૪
અપુનબંધકદ્વાબિંશિકા/શ્લોક-૧૮-૧૯ પ્રાપ્તિના કારણભૂત એવી પૂર્વસેવા તે દ્રવ્યયોગ છે. ફક્ત અપુનબંધક જીવની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું દૂરવર્તી કારણ છે, તેથી અપુનબંધક જીવની પૂર્વસેવાને અમુખ્ય પૂર્વસેવા અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું નજીકનું કારણ છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિની પૂર્વસેવાને મુખ્ય પૂર્વસેવા યોગબિંદુ” શ્લોક-૨૦૯માં કહેલ છે.
વળી, અપુનબંધક જીવ પૂર્વસેવાનું સેવન કરીને ક્રમસર સમ્યક્તની પ્રાપ્તિરૂપ ભાવથી યોગની પ્રાપ્તિ કરે છે. તેને સામે રાખીને અપુનબંધક જીવની પૂર્વસેવાને શ્લોક-૨માં મુખ્ય પૂર્વસેવા કહેલ છે. સફબંધકાદિ જીવો આલોચનાદરહિત પૂર્વસેવા કરે છે, તેથી તેઓની પૂર્વસેવાની આચરણા ભાવથી યોગની પ્રાપ્તિનું કારણ બનતી નથી, માત્ર પૂર્વસેવાના આચારોનું પાલન છે માટે અમુખ્ય પૂર્વસેવા કહેલ છે, તેથી અપેક્ષાભેદ હોવાને કારણે યોગબિંદુ શ્લોક-૨૦૯ના કથન સાથે પ્રસ્તુત ગ્રંથનાં શ્લોક-રનો પણ કોઈ વિરોધ નથી. II૧૮ અવતરાણિકા :
શ્લોક-૧૬માં કહ્યું કે અપુનર્બલકને દ્રવ્યયોગ છે અને ભિન્નગ્રંથિ એવા સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ છે. ત્યાર પછી શ્લોક-૧૭-૧૮માં સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કેમ છે? તે યુક્તિથી સ્પષ્ટ કર્યું, અને શ્લોક-૧૮ની ટીકાના અંતમાં શંકા કરી કે સમ્યગ્દષ્ટિને અન્ય ગ્રંથોમાં દ્રવ્યથી યોગ સ્વીકાર્યો છે, અને અહીં સમ્યગ્દષ્ટિને ભાવથી યોગ કેમ સ્વીકાર્યો છે? અને તેનું સ્પષ્ટીકરણ કર્યું. ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય છે, તેથી ઉપચારને સ્વીકારનાર વ્યવહારનયથી યોગ છે, તેમ કહી શકાય, પરંતુ પરમાર્થવૃત્તિથી નિશ્ચયનયથી, યોગ નથી એમ માનવું જોઈએ. એ પ્રકારની શંકાનું નિવારણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક -
एतनिश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः । त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ।।१९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org