________________
પ૪
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ટીકાર્ચ -
નિનાશવિશુદ્ધો દિ ... વ દિશા પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે જ, બાહ્ય હેતુ-કુટુંબચિંતનાદિ વ્યાપાર, અકારણ છે કર્મબંધ પ્રત્યે અકારણ છે; કેમ કે ભવના હેતુઓનું જ પરિણામવિશેષથી મોક્ષહેતુપણારૂપે પરિણમન છે.
અહીં પ્રશ્ન થાય કે “ભવન હેતુઓ છે' એમ કહીએ તો “મોક્ષના હેતુઓ નથી' એમ અર્થથી નક્કી થાય. તેથી ભવના હેતુઓ મોક્ષના હેતુઓ કઈ રીતે બની શકે ? તેમાં હેતુ કહે છે –
જે જેટલા જ ભવના હેતુ છે, તે તેટલા જ મોક્ષના હેતુ છે” એ પ્રકારનું વચનનું પ્રામાણ્ય છે.
શ્લોકના પૂર્વાર્ધથી સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિનો નિજાશય વિશુદ્ધ હોવાને કારણે કુટુંબચિંતનાદિ વ્યાપાર મોક્ષનું કારણ છે, પરંતુ કર્મબંધનું કારણ નથી. ત્યાં શંકા ઉભાવન કરીને શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે --
એકલા શુભ પરિણામથી શું ? મોક્ષ પ્રત્યે એકલો શુભ પરિણામ કારણ નથી; કેમ કે ક્રિયા પણ મોક્ષનું કારણ હોવાથી તેના અભાવમાં ક્રિયાના અભાવમાં, તેનું શુભ પરિણામનું, અકિંચિત્કરપણું છે. એથી કહે છે=શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે –
આવી=સમ્યગ્દષ્ટિની, શ્રદ્ધાને અનુસરનારી-જિનવચનના પ્રામાણ્યના સ્વીકારને અનુસરનારી, શુશ્રષાદિ ક્રિયા પણ શુદ્ધ છે.
સમ્યગ્દષ્ટિને ભગવાનના વચનના પ્રામાણ્યની પ્રતિપત્તિને અનુસરનારી શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
પ્રકૃતિની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રકૃતિના વ્યાપાર દ્વારા કર્મપ્રકૃતિની અપ્રવૃત્તિ અને મોક્ષને અનુકૂળ એવી પ્રશસ્ત પ્રકૃતિના વ્યાપાર દ્વારા, પરિશુદ્ધ ઊહાપોહના વ્યાપારનું સમ્યમ્ અનુષ્ઠાનનું અવધ્યકારણપણું હોવાને કારણે તેના વડે જ=પરિશુદ્ધ ઊહાપોહ વડે જ, તે સમ્યગું અનુષ્ઠાન, આક્ષેપ કરાય છે, એ પ્રકારનો ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org